ગુજરાત રાજ્યના એજ્યુકેશન સેક્રેટરી ડો.વિનોદ રાવના જન્મ દિવસની અનોખી ઉજવણી…

ગુજરાત રાજ્યના એજ્યુકેશન સેક્રેટરી ડો.વિનોદ રાવના જન્મ દિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે શહેરા તાલુકાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની વ્યક્તિગત વર્ચ્યુઅલ તાલીમ યોજાઈ.
ગુજરાત રાજ્યના એજ્યુકેશન સેક્રેટરી ડો.વિનોદ રાવના જન્મ દિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે શહેરા તાલુકાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની વ્યક્તિગત વર્ચ્યુઅલ તાલીમ યોજાઈ.
પંચમહાલ જીલ્લા ના શહેરા તાલુકાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૨૭૦ જેટલા શિક્ષકો આચાર્યો વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય અને શહેરા તાલુકાના તમામ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ઠ ટેકનોલોજીનું માર્ગદર્શન આપે તે હેતુથી ૨૨ ક્લસ્ટરમાં ૨૨ જ્ઞાનકૂંજ પ્રોજેકટ ધરાવતી શાળાઓમાં ૪૪ ટેક્નોસેવી તજજ્ઞો દ્વારા વ્યક્તિગત પ્રેક્ટિસ કરાવીને ટેકનોલોજીનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
જેમાં વર્કપેલ્સ અને વર્કચાર્ટનો નિયમિત ઉપયોગ કરી પોતાના દ્વારા તૈયાર કરવામાં આવેલ શૈક્ષણિક ટીએલએમ ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો અને બાળકો સુધી પહોંચાડી માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. માઈક્રોસોફ્ટ ટીમ એપના માધ્યમથી ટીમ એક્ટીવ કરવી, લિંક બનાવવી, શેરિંગ કરવી, ફોટો, વીડિયો અને સ્ક્રીન શેર, અસાઈમેન્ટ આપવા અને લેવા, વાઈટ બોર્ડ, ઈ-કન્ટેન્ટ, ટેક્સબૂક અને ગુગલ ફોર્મ કેવી રીતે બનાવવું, સર્ટિફિકેટ કેવી રીતે અપલોડ કરી મેળવવું અને ગુણ કેવી રીતે આપવા વગેરે અને ગુગલ વર્ડ, ગુગલ સ્પ્રેડ શીટ, ગુગલ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન અને અન્ય ટેક્નિકલ ઇન્ફોર્મેશન આપી હતી.
જેમાં વિવિધ ટુલ્સ સંદર્ભે સમજાવતા ગુજરાતી ઈન્ડિક ભાષામાં કેવી રીતે લખવું, કલર એડ કરવા, ફોટો એડ કરવા, લખાણને લેફ્ટ, સેન્ટર, રાઈટ અને જસ્ટિફાય કેવી કરવું, બોલ્ડ, ઈટાલિક અને અંડર લાઈન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઈડને એનિમેશન આપવું વગેરે બાબતે 44 તજજ્ઞો દ્વારા ઉત્કૃષ્ઠ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this