કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અત્યારે 10:30 વાગે દેશવાસીઓ ને સંબોધન કરશે..

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે 14 સપ્ટેમ્બર, હિન્દી દિન નિમિત્તે અત્યારે ૧૦.૩૦ વાગ્યે દેશવાસીઓને સંબોધન કરશે. તેમનો સંદેશ ડીડી નેશનલ ચેનલ પર પ્રસારિત થશે.1949 થી દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. શ્રી શાહને શનિવારે એઈમ્સમાં કમ્પ્લીટ ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા. સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થયું છે.
નોંધનીય છે કે 14 સપ્ટેમ્બર 1949 ના રોજ, બંધારણ સભાએ હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપ્યો હતો. ત્યારથી દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ મનાવવામાં આવે છે.
ગૃહમંત્રી શ્રી શાહને શનિવારે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતભાઈને સંસદ સત્રની શરૂઆત પહેલા શનિવારે સંપૂર્ણ તબીબી તપાસ માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે રવિવારે હોસ્પિટલ તરફથી માહિતી આપવામાં આવી હતી. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગૃહ પ્રધાનને શનિવારે રાત્રે 11 વાગ્યે દાખલ કરવામાં આવ્યા હતા.
અગાઉ, તેમને કોરોનાથી સ્વસ્થ થયા પછી 18 ઓગસ્ટે ફરી સાર સંભાળ માટે દાખલ કરવામાં આવ્યા હતા અને 31 ઓગસ્ટના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે સમયે તેમને અપાયેલી સલાહ મુજબ સંસદનું સત્ર શરૂ થતાં પહેલાં તેમની સંપૂર્ણ મેડિકલ તપાસ માટે ફરી એઇમ્સમાં દાખલ કરાયેલ. સંસદનું ચોમાસું સત્ર આજે સોમવારથી શરૂ થઈ રહ્યું છે.