
જ્યમાં આજે 12,206 નવા કોરોનાના કેસ નોંધાયા. જ્યારે 4339 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,46,063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 80.82 ટકાએ પહોંચ્યો છે. 121 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાનાં કુલ કેસોનો આંક 4,08,602 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 5615 પર પહોંચ્યો છે. અને અત્યાર સુધી કુલ 3,46,063 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ સતત ઘટી રહ્યો છે.

હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 76,500એ પહોંચી ગઈ છે. જેમાંથી કુલ 353 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 76,147 દર્દીઓની હાલત સ્થિર છે. અમદાવાદમાં નવા 4691 કેસ, 23નાં મોત નિપજ્યા છે. સુરતમાં નવા 1928 કેસ, 25 મોત, વડોદરામાં 625 અને રાજકોટમાં 850 કેસ, જામનગરમાં 483 અને ભાવનગરમાં 287 કેસ, ગાંધીનગર 323 અને જૂનાગઢમાં 172 કેસ, મહેસાણામાં 485, બનાસકાંઠામાં 263, કચ્છમાં 176 કેસ, ભરૂચમાં 171, દાહોદમાં 139, પંચમહાલમાં 135 કેસ, અમરેલી – સાબરકાંઠામાં 122 – 122, ખેડામાં 121 કેસ, નર્મદામાં 121, તાપીમાં 113, નવસારીમાં 105 કેસ, પાટણમાં 104, મહિસાગરમાં 86, વલસાડમાં 80 કેસ, સુરેન્દ્રનગરમાં 76, મોરબીમાં 74, અરવલ્લીમાં 66 કેસ, દ્વારકામાં 62, આણંદમાં 58, છોટાઉદેપુરમાં 52 કેસ, ગીર સોમનાથમાં 49 અને પોરબંદરમાં 42 કેસ, બોટાદમાં 14 અને ડાંગમાં 11 કેસ નોંધાયા છે.
આજે રાજ્યમાં કુલ 1,51,390 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં રાજ્યમાં પ્રથમ ડોઝનું 90,34,309 વ્યક્તિઓને અને બીજા ડોઝનું 15,56,285વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 67,315 વ્યક્તિને પ્રથમ ડોઝ જ્યારે 74,604 વ્યક્તિને બીજા ડોઝનું રસીકરણ થયું છે.