
ભારતમાં ધીરે ધીરે કોરોનાનો પ્રકોપ વધતો જાય છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લી 24 કલાકમાં 90,633 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ફક્ત 24 કલાકની અંદર 1,065 દર્દીઓની મૃત્યુ થઈ છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 41,13,812 થઈ ગઈ છે.

જો કે આ કોરોનાને માત આપીને 31,80,866 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ સમગ્ર ભારતમાં કુલ 8,62,320 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 70,626 લોકોનાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 5 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 4,88,31,145 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 10,92,654 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આટલું જ નહીં ગુજરાત વિશે વાત કરી તો ગુજરાતમાં પણ કોરોના ધીરે ધીરે બેકાબૂ બનતો જાય છે. છેલ્લી 24 કલાકમાં ગુજરાતમાં કુલ 1311 નવા કેસ નોંધાયા. પણ રાહતની વાત એ છે કે 1148 દર્દીઓ કોરોનાને માટ આપી ઘરે પરત ફર્યા છે. પણ 24 કલાકની અંદર 16 દર્દીઓના મોત થયા છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3094એ પંહોચ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,03,006 છે. જેમાંથી કુલ કોરોનાના એક્ટિવ કેસ 16,366 છે. છેલ્લી 24 કલાકમાં રાજ્યમાં કુલ 72,751 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.