UGC એ 24 યુનિવર્સિટીને ફેક જાહેર કરી

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એ દેશમાં 24 જેટલી બિન-માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓની એક યાદી જાહેર કરી છે. જેમા ઉત્તર પ્રદેશ તથા દિલ્હીની સૌથી વધારે ફેક યુનિવર્સિટી છે. UGCના સચિવ રજનીશ જૈને કહ્યું કે, આ જાણકારી વિદ્યાર્થીઓ તથા લોકો માટે છે, વર્તમાન સમયમાં 24 જેટલી સેલ્ફ સ્ટાઈલ્ડ અને ગેરમાન્યતા પ્રાપ્ત સંસ્થા UGC કાયદાનું ઉલ્લંઘન કરીને કામ કરી રહી છે. તેને ફેક યુનિવર્સિટી જાહેર કરવામાં આવી છે તથા તેને કોઈ પણ પ્રકારની ડિગ્રી આપવાનો અધિકાર નથી.

UGC એ કહ્યું કે 8 ફેક યુનિવર્સિટી ઉત્તર પ્રદેશમાં છે. દિલ્હીમાં 7 ફેક યુનિવર્સિટી ચલાવવામાં આવી રહી છે. ઓડિશા તથા પશ્ચિમ બંગાળમાં આ પ્રકારની 2 યુનિવર્સિટી છે. રજનીશ જૈને કહ્યું કે UGC ધારા 1956ની કલમ-22 માં દર્શાવવામાં આવેલા નિયમ અંતર્ગત યુનિવર્સિટી, ડીમ્ડ યુનિવર્સિટી તથા અન્ય સંસ્થા જ ડિગ્રી આપી શકે છે.
ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી 8 ફેક યુનિવર્સિટી :
1. વારણસેય સંસ્કૃત યુનિવર્સિટી, વારાણસી
2. મહિલા ગ્રામ વિદ્યાપીઠ, પ્રયાગ
3. ગાંધી હિન્દી વિદ્યાપીઠ, પ્રયાગ
4. નેશનલ યુનિવર્સિટી ઓફ ઈલેક્ટ્રોકોમ્પ્લેક્સ હોમિયોપેથી, કાનપુર
5. નેતાજી શુભાષ ચંદ્ર બોઝ યુનિવર્સિટી (ઓપન), અલીગઢ
6. ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી, કોસી, કલાં, મથુરા
7. મહારાણા પ્રતાપ શિક્ષા નિકેતન યુનિવર્સિટી, પ્રતાપગઢ
8. ઈન્દ્રપ્રસ્થ શિક્ષા પરિષદ, ઈન્સ્ટિટ્યુશનલ એરિયા, માકનપુર, નોઈડા
દિલ્હીમાં ચાલી રહેલી 7 ફેક યુનિવર્સિટી :
1. કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ, દરિયાગંજ
2. યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટી, દિલ્હી
3. વોકેશનલ યુનિવર્સિટી, દિલ્હી
4. ADR-સેન્ટ્રીક જ્યુરીડીકલ યુનિવર્સિટી, રાજેન્દ્ર પ્લેસ
5. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ
6. વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, દિલ્હી
7. આધ્યાત્મિક યુનિવર્સિટી, રોહિણી
પશ્ચિમ-બંગાળ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ અલ્ટરનેટિવ મેડિસિન, કોલકાતા અને ઈન્સ્ટિટ્યુટ ઓફ અલ્ટરનેટિવ મેડિસિન રિસર્ચ, કોલકાતા
ઓડિશા, નવભારત શિક્ષા પરિષદ, રાઉરકેલા અને નોર્થ ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી મયૂરભંજ
કર્ણાટક, બડાગાનવી સરકારી વર્લ્ડ ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન સોસાયટી, બેલગામ
કેરળ, સેન્ટ જોન યુનિવર્સિટી કુષ્ણાટમ, કેરળ
આંધ્ર પ્રદેશ, ક્રાઈસ્ટ ન્યૂ ટેસ્ટામેન્ટ ડીમ્ડ યુનિવર્સિટી ગુંટૂર
પુંડુચેરી, શ્રી બોધિ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન
મહારાષ્ટ્ર, રાજા અરેબિક યુનિવર્સિટી, નાગપુર