દિવાળી પહેલા ટુ વ્હીલર નું વેચાણ ફાસ્ટ ટ્રેક પર આવશે

કંપનીઓએ સપ્ટેમ્બર ઓકટોબર અને નવેમ્બર નો હાઈ ટાર્ગેટ નક્કી કર્યેા
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મહામારી ના સંકટમાં મદં પડેલા વેચાણમાં હવે નવો જીવ આવવાની ટુ વ્હીલરના ઉત્પાદકોને આશા જાગી છે અને એમણે સપ્ટેમ્બર ઓકટોબર નવેમ્બર માસ માટે વેચાણનો ઐંચો ટાર્ગેટ રાખ્યો છે.
દિવાળીના તહેવાર પર ટુ વ્હીલરનાં વેચાણમાં ભારે ઉછાળો આવવાની ગણતરી રાખવામાં આવી રહી છે અને આઠ ટકાથી લઈને ૨૫ ટકા સુધી વેચાણ વધારવા નો ટાર્ગેટ કંપનીઓ દ્રારા નક્કી કરવામાં આવ્યો છે અને હાઇ ડિમાન્ડ નીકળશે તેમ ઉત્પાદકો માને છે.
હીરો મોટો, બજાજ ઓટો, ટીવીએસ મોટર્સ અને રોયલ એનફિલ્ડ દ્રારા એવો વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો છે કે દિવાળીના તહેવાર પર અમારા વેચાણમાં વધારો થઇ શકે છે. વેચાણો આ પ્લાન જૂન અને જુલાઈમાં જ બનાવી લેવામાં આવ્યો હતો.
ઉત્પાદકો ના અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે ગ્રામ્ય કક્ષાએ પણ ટુ–વ્હીલર વાહનોની ડિમાન્ડમાં વધારો થવાનો છે કારણકે હવે એમની ખરીદીની ક્ષમતા સુધરી રહી છે અને પૂછપરછ શ થઈ છે માટે ડિમાન્ડ નીકળશે તેવું લગભગ નિશ્ચિત છે.
આ તમામ ટુ વ્હીલર ઉત્પાદક કંપનીઓના હજારો વાહનો વેચાઇ જશે તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને આ માટેની તૈયારી પણ શ કરી દેવામાં આવી છે. ગ્રાહક વર્ગને જાળવી રાખવા માટે ઉત્પાદક કંપનીઓના માણસો કામે લાગી ગયા છે.
કોરોનાવાયરસ મહામારી અને ત્યાર પછી લાંબાલચ લોકડાઉન ને પગલે વાહનોના ઉત્પાદકોની ભારે માઠી દશા બની ગઈ હતી અને હવે વેચાણમાં દિવાળી પર સારો એવો વધારો થવાની આશા જાગી ત્યારે ઉત્પાદક કંપનીઓ માં એક નવો વિશ્વાસ અને આનંદની લાગણી જોવા મળી રહી છે