ક્રાઇમદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખસો ઝડપાયા

દ્વારકાના કાનદાસ બાપુના આશ્રમ પાસેની ચોકડી પાસેથી પસાર રાજકોટના દેવપરા ખાતે રહેતા જાગીર ઉર્ફે લાલો શૈલેષભાઈ લાખાણી (ઉ.વ. 27) તથા રાજકોટના જ રહીશ વિજય રસિકલાલ પાથર (ઉ.વ. 24) નામના બે શખ્સોને સ્થાનિક પોલીસે રૂપિયા 9,600 ની કિંમતની 24 બોટલ વિદેશી દારૂના જથ્થા ઉપરાંત રૂપિયા છ હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 15,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ દારૂનો જથ્થો તેઓએ સિદ્ધાર્થ મોદી નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવી હોવાનું કબુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.