
સુરત શહેરના નાનપુરા માછીવાડ વિસ્તારમાં માછીવાડ સર્કલ નજીક નગરપાલિકાની ડ્રેનેજમાં કામ કરવા માટે બે મજૂરો ઉતર્યા હતા. ત્યાં ભુવાનું રિપેરિંગ કામ અને પાણીની લાઇનને ડાયવર્જન આપવાની કામગીરી ચાલી રહી હતી. એવામાં ખબર પડી કે ડ્રેનેજમાં ઊતરેલ બંને મજૂરો ત્યાં બેભાન પડ્યા હતા.
આ વાતની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. તેમાંથી કોઈએ તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડની ટીમને ફોન કરીને ત્યાં બોલાવી હતી. બંને મજૂરો બેભાન હોવાથી રેસ્ક્યુ કરવાની કામગીરી કરી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાને કારણે હળવો ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ એ બંને મજૂરોના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
52 વર્ષીય મોમશિંહ રત્ના અમળિયા અને 25 વર્ષીય જ્યેન્દ્ર કુણાભાઈ આમળિયાને ને ડ્રેનેજમાંથી બેભાન અવસ્થામાં રેસ્ક્યૂ કરાયા બાદ તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં એમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. બંનેના મોતને લઈને પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.