ગુજરાત

રદ થયેલી નવ લાખ રૂપિયાની જૂની નોટો સાથે બે ઇસમોને પકડી પાડ્યા.

હાલ SOG એ છાવડ ગામ પાસેથી રદ થયેલી નવ લાખ રૂપિયાની જુની નોટો સાથે બે ઇસમોને પકડી પાડ્યા.

પંચમહાલ જિલ્લામાં સરકાર દ્વારા રદ થયેલી જુની નોટો પકડાવાનો સીલસીલો જારી છે.ઘોંઘબાના બે ઈસમો પાસેથી જુની રદ થયેલી નોટોનો જથ્થો પકડાવાની શાહી હજી સૂકાઈ નથી.ત્યા પંચમહાલ એસઓજી પોલીસે ગોધરા તાલુકાના છાવડ ગામ પાસેથી બે ઇસમોને રદ થયેલી જુની રૂપિયાની ૯,૮૭,૫૦૦ કિમંતની નોટો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this

પ્રાપ્ત વિગતો અનૂસાર પંચમહાલ જીલ્લા રેંજ આઈજી એસ.એમ.ભરાડા તથા જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની સુચનાના આધારે એસ.ઓ.જી શાખાના પી.આઈ  એમ.પી.પંડ્યાને ખાનગી બાતમીદાર દ્વારા ચોકકસ બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના છાવડ ગામે રોડ ઉપર બે ઇસમો કાળા કલરના કપડાના થેલામાં ભારત સરકાર દ્વારા વપરાશમાં બંધ કરવામા આવેલી નોટોનો જથ્થાની ગેરકાયદેસર વહીવટ કરવાની તૈયારી માં છે.જેના આધારે એસઓજીની ટીમે બાતમી વાળી જગ્યાએ જઈને  વહીવટ કરવા ઊભેલા (૧) સોમાભાઈ ભાવસિંહ બારીયા રહે છાવડ ગાંઠીયા ફળીયુ,તા ગોધરા (૨) વિનોદભાઇ ફતેસિંહ શિકારી રહે કેવડીયા શિકારી ફળીયુ, તા ગોધરા નામના બે ઇસમો પાસેથી ભારત સરકાર દ્વારા બંધ કરવામા આવેલી રૂપિયા ૫૦૦ના દરની ૧૯૭૫ નોટો જેની કિમંત.૯,૮૭,૫૦૦ લાખ જેટલી થાય છે.તેનો જથ્થો પકડી પાડ્યો હતો.ઇસમોને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close