ક્રિકેટમેચનો સટ્ટો રમાતો હોવાની માહિતી આધારે રેડ પાડીને બે સટોડીયાઓની ધરપકડ કરી..

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના કાતોલ ગામે આવેલા એક મકાનમા આઈપીએલ સીઝનની રાજસ્થાન રોયલ અને હૈદરાબાદ સનરાઇઝની ટીમ વચ્ચે રમાતી ક્રિકેટમેચનો સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે રેડ પાડીને બે સટોડીયાઓને ₹ ૬૯,૧૫૦/- ના મૂદામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જીલ્લામાં જુગાર તેમજ હાલમા ચાલતી આઈપીએલ મેચના સટ્ટા બેટીંગની ચાલતી પ્રવૃતિ પર વોચ રાખવા પર સુચનાઓ પંચમહાલ પોલીસને આપવામા આવી હતી.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this
કાલોલ પોલીસ મથકના પીએસઆઈ એમ.એલ.ડામોરને બાતમી મળી હતી કે કાતોલ ગામે રહેતા ખડકી ફળીયામા રહેતા પ્રદિપભાઈપરમાર નામના ઇસમના મકાનમાં તેમનો સાળો સન્નીકુમાર ઉર્ફ ક્રિષ્ના પ્રવિણસિંહ ઠાકોર અને તેનો મિત્ર ફેનિલ ભટ્ટ ભેગા મળીને આઈપીએલ સિઝનની રાજસ્થાન રોયલ અને હૈદરાબાદ સનરાઇઝ ટીમની વચ્ચે ચાલી રહેલી જીવંત પ્રસારણની મેચ પર લેપટોપ અને ફોનની મદદથી હારજીતનો સટ્ટો રમાડતા હતા. પોલીસે બાતમી વાળીજગ્યા પર રેડ કરીને રોકડ રકમ, મોબાઈલ ફોન, લેપટોપ, ટીવી સહિતનો ₹ ૬૯,૧૫૦/- ના મુદ્દામાલ સાથે સન્ની કુમાર અને ફેનિલ ભટ્ટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.