
PM રિલીફ ફંડ માટે બિટકોઈનમાં દાન માંગ્યુ, થોડી જ વારમાં ટ્વિટ ડિલીટ કરી; ટ્વિટરે કહ્યું- અમે ઝડપથી તપાસ કરીએ છીએ
હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વેબસાઈટ પણ સુરક્ષીત નથી..
એકાઉન્ટ હેક કરી હેકરે એવી પોસ્ટ મૂકી કે વાંચીને રહી જશો દંગ..
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ કોઇ અજાણ્યા શખ્સે
હેકરે એકાઉન્ટ હેક કરી લખ્યું હતું કે, ‘હું તમને બધાને અપીલ કરું છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં દાન કરો.’ આ દાન ક્રિપ્ટો કરન્સી બિટકોઇનમાં માગવામાં આવ્યું હતું. જોકે, આ ટ્વિટ તુરંત જ ડિલીટ કરી દેવાઈ હતી.
હેકરે એક અન્ય ટ્વિટમાં લખ્યું,‘ આ એકાઉન્ટ જોક વિક (hckindia@tutanota.com) એ હેક કર્યું છે. અમે પેટીએમ મૉલ હેક નથી કર્યું.’ટ્વિટરે ગુરુવારે તેની પુષ્ટિ પણ ત્યારે કરી જ્યારે આ સમાચાર મીડિયામાં આવ્યા. જોકે, હેકિંગ ક્યારે કરવામાં આવ્યું તે જણાવામાં આવ્યુ નથી.