જોડિયા: શ્રી હનુમાન જયંતી નિમિતે બાલા હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન..

આજે જોડિયાધામ ની રામવાડી માં શ્રી હનુમાન જ્યંતી નિમિતે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા નુ વિશેષ પૂજન તેમજ વિશ્વ કલ્યાણઅર્થે દાદા ના સન્મુખ સુંદરકાંડ ની ચોપાઈ દ્વારા હોમાત્મક યજ્ઞ : જોડિયાધામ : જોડિયાધામ માં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર, રામવાડી માં આજે કોરોના ની મહામારી હોય શ્રી હનુમાન જ્યંતી ની ઉજવણી નિજ મંદિર માં સવારે ભકિતમય ના દિવ્ય માહોલ વચ્ચે થયેલ છૅ.
શ્રી હનુમાન જ્યંતી ના પાવન પુણ્યશાળી અવસરે સવારે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા નુ વિશેષ પૂજન અર્ચનવિધિ પૂજારી દ્વારા કરવામાં આવેલ જૅ પૂજાવિધિમાં શ્રી રામવાડી ના અનન્ય સેવક શ્રી મહેશભાઈ વડેરા બેઠા હતા તેમજ શ્રી હનુમાન જ્યંતી ના અવસરે દર વર્ષ પાંચ કુંડ નો હોમાત્મક યજ્ઞ સુંદરકાંડ નો યોજાઈ છૅ પરંતુ હાલ કોરોના ની મહામારી હોય વિધિ માટે શ્રી હનુમાનજીદાદા ના નિજ મંદિર માં એક કુંડ માં સુંદરકાંડ ની પ્રત્યેક ચોપાઈ દ્વારા હોમાત્મક યજ્ઞ યોજાયેલ , તેમજ બપોરે બપોરે ઢોલ નગારા સાથે દાદા ની દીપમાળા સાથે મહા આરતી કરવામાં આવશે આજરોજ ભાવિક ભક્તજનો માટે દર્શન બંધ છૅ , જોડિયા ની ધાર્મિક જનતાને વિનતી કરવામાં આવેલ છૅ સહુ હરી ભક્તજનો ઘર બેઠા શ્રી હનુમાન ચાલીસા ના પાઠ કરી દાદા નુ પૂજન ધરે કરજો જૅ યાદી હર્ષદભાઈ વડેરા ની યાદીમાં જણાવાયું છૅ.
Report paresh anadkat Jodiya