વેપાર
તુવેર દાળના ભાવમાં ભડકો, જાણો એક કિલોનો ભાવ કેટલો?

હવે ગરીબોને બે ટંકની દાલ-ટોટી પણ મુશ્કેલ બની
વેપારીઓનું માનવું છે કે, જ્યાં સુધી સરકાર પોતાની પાસે રાખેલ સ્ટોક બજારમાં નહીં વેચે ત્યાં સુધી ભાવ નીચા જવાની શક્યતા ઓછી છે.કોરોના મહામારીને કારણે આર્થિક મંદીનો સામનો કરી રહેલ ગરીબ અને મધ્યમવર્ગને મોટો ફટકો પડ્યો છે. સ્થિતિ એ છે કે લોકો માટે દાલ રોટી પણ ખરીદવી મુશ્કેલ થઈ ગયું છે. વેપારીઓનું માનવું છે કે, જ્યાં સુધી સરાકર પોતાની પાસે રાખેલ સ્ટોક બજારમાં નહીં વેચે ત્યાં સુધી ભાવ નીચા જવાની શક્યતા ઓછી છે.
દાળ મિલોનું કહેવું છે આયાત ક્વોટ ઘણાં ઓછો હોવાથી ભાવમાં કોઈ વધારે નીચે જવાની સંભાવના નથી.બીજી બાજુ ભારત દ્વારા તુવેરની આયાતને મંજૂરી આપ્યા બાદ તરત જ મ્યાનમારમાં તેના ભાવ 650 ડોલર પ્રતિ ટનથી વધીને 800 ડોલર પ્રતિ ટને પહોંચી ગયા છે.