આંતરરાષ્ટ્રીયટ્રેડિંગરાષ્ટ્રીય

ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી કોર્ટે ચાઈનીઝ એપ WeChat પર પ્રતિબંધ મુકવાનો કર્યો ઈન્કાર

ટ્રમ્પ સરકારને મોટો આંચકો આપતાં અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષાના નામે ચીની એપ્લિકેશન વીચેટ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. આ પછી ચીની મેસેજિંગ કંપની વીચેટને યુએસ માર્કેટમાં થોડા દિવસો માટે રાહત મળી છે. કોર્ટે ટ્રમ્પ સરકારના આદેશ પર પણ રોક લગાવી દીધી છે, જેમાં તેણે ગૂગલ સ્ટોર અને એપ સ્ટોર જેવા પ્લેટફોર્મ પરથી એપને ડાઉનલોડમાંથી દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

 જણાવી દઈએ કે શુક્રવારે યુ.એસ. વાણિજ્ય વિભાગે વીચેટને ડાઉનલોડિંગ પ્લેટફોર્મ પરથી હટાવવા આદેશ આપ્યો હતો. આ ઓર્ડરને વીચેટના ગ્રાહકોએ કોર્ટમાં પડકાર્યો હતો જ્યાં ટ્રમ્પ સરકાર સાબિત કરી શકી ન હતી કે આ એપ્લિકેશન રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી કેવી રીતે છે. આ પહેલા રવિવારે ટિકટોકે અમેરિકાની બે કંપનીઓ સાથે કરાર પણ કર્યો હતો, ત્યારબાદ તેને પણ અહીં એક અઠવાડિયાની રાહત આપવામાં આવી હતી. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close