સ્ટેચ્યુ ઓફ યુનિટી પર PM મોદીના આગમન પહેલાં આદિવાસી સમાજ ની નારાજગી..

સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન 2019નો કાયદો વિધાનસભામાં પાસ કર્યો હતો. એ કાયદા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના 14 જેટલા ગામોમાં વિકાસ લક્ષી પ્રોજેક્ટો હાથ ધરાશે, હવે 14 ગામના આદિવાસીઓ પોતાની જમીન ખાલી કરવા તૈયાર નથી, અવાર નવાર તેઓ વિરોધ પ્રદર્શન કરે છે.
31મી ઓક્ટોબરે PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા આવી રહ્યા છે તો બીજી બાજુ વાગડીયા ગામના આદિવાસીઓએ ગ્રામસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન 2019 નો કાયદાનો વિરોધ નોંધાવી આંદોલનની ચીમકી આપતો ઠરાવ સર્વાનુમતે પસાર કરતા ખળભળાટ મચ્યો છે.

કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ થયું છે. સ્ટચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અને લોકાર્પણ સમયે સ્થાનિક આદિવાસી પ્રજાએ ખુબ વિરોધ કર્યો હતો. નર્મદા ડેમમાં વિસ્થાપન બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં જમીનો ગુમાવ્યા બાદ આદિવાસીઓ જંગે ચડ્યા હતા. આ સંઘર્ષમાં 100 થી આદિવાસીઓ સામે કેસો થયા અને આંદોલનને દબાવી દેવાનો પ્રયાસો થયા. આદિવાસીઓના આ આંદોલનની સીધી અસર છોટાઉદેપુર લોકસભા બેઠક પર થશે.