ગુજરાત

ઘોઘંબા ના કાંટુ ગામે કરુણ ઘટના 10 વર્ષ ના બાળક ને શિકાર બનાવતો ખુંખાર દીપડો

પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકાના કાંટુ ગામે ખેતરમા બહેનો સાથે ઘાસ લેવા નીકળેલા દસ વર્ષના બાળક ઉપર દિપડાએ જીવલેણ હુમલો કર્યો હતો.જેમા ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકનુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.જોકે બહેનોને બુમાબુમ કરતા આસપાસનો લોકો દોડી આવ્યા હતા.પણ તે પહેલા દીપડો ખુલ્લા ખેતરોમા નાસી છુ ટ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનૂસાર ઘોંઘબા તાલુકાના કાંટુ ગામમા રહેતી મનિષા તેની નાની બહેન સુમિત્રા નાનો ભાઇ મુકેશ પોતે તેમના ખેતરમા ઘાસ લેવા જતા હતા.તે જ વખતે વાવકુંડલી તરફના જંગલમાથી એકાએક દિપડો ધસી આવ્યો હતો.જેમા સુમિત્રા અને મનિષા પોતાના ઘર તરફ ભાગ્યા હતા.અને તેમનાથી છુટો પડેલો મૂકેશ જંગલ તરફ ભાગ્યો હતો.દિપડાએ મનિષાના પગ પર હૂમલો કર્યો હતો.જેના પ્રતિકાર રૂપે દાતરડુ મારતા દિપડો મૂકેશ તરફ દોડ્યો હતો.આથી મનિષાએ રસ્તે જતા લોકોને બુમાબુમ કરતા જણાવ્યુ કે મારો ભાઇ જંગલ તરફ ગયેલ છે.અને તેની પાછળ દિપડો પડેલ છે.આથી લોકોએ તપાસ હાથ ધરતા મૂકેશને જંગલ વિસ્તારમા દિપડાએ પગ તેમજ ગળામા ભાગે ગંભીર હુમલો કરતા મૂકેશનુ કમકમાટી ભરેલ મોત નિપજ્યુ હતુ.બહેનોએ પોતાનો ભાઇ ગુમાવતા વાતાવરણ પણ ગમગીન થઈ ગયુ હતૂ.

This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close