રાષ્ટ્રીય

રિલાયન્સ રિટેલમાં TPG રૂ. 1837 કરોડ, GIC રૂ.5512 કરોડ રોકશે

રિલાયન્સ રિટેલમાં સિંગાપોરનું સોવેરિયન વેલૃથ ફંડ જીઆઇસી 5512.50 કરોડ રૂપિયામાં 1.22 ટકા હિસ્સો અને ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ટીપીજી કેપિટલ 1837.50 કરોડ રૂપિયામાં 0.41 ટકા હિસ્સો ખરીદશે તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં જણાવ્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડએ આજે જાહેરાત કરી હતી.આ બંને સમજૂતી માટે રિલાયન્સ રીટેલનું મૂલ્ય 4.285 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.

5512.50 કરોડ રૂપિયાના રોકાણના બદલામા જીઆઇસીને આરઆરવીએલનો 1.22 ટકા હિસ્સો મળશે. જયારે 1837.50 કરોડ રૂપિયાના બદલામાં ટીપીજી કેપિટલને આરઆરવીએલનો 0.41 ટકા હિસ્સો મળશે.

ઉલ્લેખનીય છે કે ટીપીજીનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બીજુ મોટું રોકાણ છે. 30 સપ્ટેમ્બરના રોજ જનરલ એટલાન્ટિકે પણ 3675 કરોડ રૂપિયામાં રિલાયન્સ રીટેલનો 0.84 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી.23 સપ્ટેમ્બરે કેકેઆરએ 5500 કરોડ રૂપિયામાં રિલાયન્સ રીટેલનો 1.28 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. 30 સપ્ટેમ્બરના રોજ સિલ્વર લેકે ફરીથી 1875 કરોડ રૂપિયામાં રિલાયન્સ રીટેલનો 0.38 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close