દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવતા પ્રવાસીઓને ક્વોરન્ટાઈન કરાશે!

દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના વેરિઅન્ટે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે. કોરોના વાયરસના નવા વેરિઅન્ટ B.1.1.529. જેને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે તેણે ભારત સરકારની પણ ઉંઘ હરામ કરી દીધી છે. એક તરફ વૈજ્ઞાનિકોએ તેની સારવાર માટે દવાઓ શોધવાનું શરૂ કર્યું છેતો બીજી તરફ સરકારે લોકોને તેનાથી બચાવવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે શનિવારે આ આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં નવું વેરિઅન્ટ મળી આવ્યુ હોવાથી ત્યાંના પ્રવાસેથી પરત આવનાર દરેક વ્યક્તિને મુંબઈ પહોંચતા જ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે અને તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. જેથી જાણી શકાય કે તે તેનાથી સંક્રમિત છે કે નહીં.
મુંબઈમાં બૃદહ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના મેયર કિશોરી પેડનેકરે શનિવારે જાહેરાત કરી હતી કે દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, હોંગકોંગ અને ઈઝરાયેલમાં નવા કોરોનાવાયરસ વેરિઅન્ટને કારણે દક્ષિણ આફ્રિકાથી શહેરમાં આવતા તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મેયરે કહ્યું કે, લોકો નવા કોવિડ વેરિઅન્ટને લઈને ખૂબ ચિંતિત છે. જો દક્ષિણ આફ્રિકાથી આવતા પ્રવાસીઓ નવા વેરિઅન્ટના વાહક હોય તો તેમના નમૂના લઈને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ તેમને ક્વોરેન્ટાઈન મુક્ત કરવામાં આવશે. આ સિવાય મુંબઈ કોરોના મહામારીનું સૌથી વધુ ભોગ બન્યું છે, તેથી રાજ્ય સરકાર આ વેરિઅન્ટને લઈને સતર્ક બની છે. કોવિડ વાયરસના નવા વેરિઅન્ટને લઈને BMCએ આજે સાંજે 5.30 વાગ્યે બેઠક બોલાવી છે.