આંતરરાષ્ટ્રીયસ્પોર્ટ્સ

Tokyo: હોકીના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ભારતીય પુરુષ ટીમ..

ભારતીય પુરુષ હૉકી ટીમે ઑસ્ટ્રેલિયા સામે 1-7 થી હાર્યા બાદ કમાલની વાપસી કરીને આર્જેન્ટીનાને 3-1થી મ્હાત આપી દીધી છે. આ મુકાબલામાં ડેબ્યુટન્ટ વિવેક સાગર પ્રસાદે શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે લીડ આપતો ગોલ કર્યો અને પછી પેનલ્ટી કૉર્નર પર ત્રીજો ગોલ કર્યો જીત નિશ્ચિત કરી દીધી. ભારતીય પુરુષ હૉકી ટીમનો આખરી મુકાબલો જાપાન સાથે જે (29 જુલાઈ)એ થશે.

ભારત સામે આર્જેન્ટીના પુરુષ હૉકી પૂલ ગેમમાં હાઈ-ટાઈમ સુઘી ગેમ પહોંચી ગઈ અને પહેલા બે ક્વાર્ટમાં કોઈ ગોલ ન થયો પરંતુ ત્યારબાદ વરુણ કુમારે પોતાની ટીમને 1-0થી પેનલ્ટી કૉર્નલ સ્ટ્રાઈક સાથે ત્રીજા ક્વાર્ટમાં ભારતને આગળ કરી દીધુ.

આ પણ વાંચો..

ગુજરાતના મુખ્ય સમાચાર..

આર્જેન્ટીના માટે મેચમાં માત્ર આ જ રાહતની પળ હતી કારણકે ત્યારબાદ વિવેક સાગરે શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે લીડ આપતો ગોલ કર્યો અને ફરીથી હૉકી ઈન્ડિયાને 2-1થી આગળ લાવી દીધુ. આ એક ફીલ્ડ ગોલ હતો જે ઓલિમ્પિકમાં ભારતનો ઓવર ત્રીજો ફીલ્ડ ગોલ છે. ત્યારબાદ ભારતને પેનલ્ટી કૉર્નર મળ્યુ જે તેમનુ 8મુ પેનલ્ટી કૉર્નર હતુ. આ કૉર્નરે ભારતને વધુ એક ગોલ આપ્યો જે હરમનપ્રીત સિંહે કર્યો ત્યારબાદ ભારતની જીત પણ પાક્કી થઈ ગઈ. ભારતીય પુરુષ હૉકી ટીમનો આખરી મુકાબલો જાપાન સાથે જે (29 જુલાઈ)એ થશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − three =

Back to top button
Close