
14 સપ્ટેબર એટ્લે કે આજના દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે અમિતશાહે દેશ વાસીઓનું સંબોધન કરતાં ઘણી વાતો જણાવી છે. અમિત શાહે કહ્યું કે, ‘ આપનો દેશ આલ્ગ અલગ સંસ્કૃતિ અને ભાષાઓથી બનેલ છે. અને આ અલગ અલગ સંસ્કૃતિ અને ભાષા આપની તાકાત છે.’
‘ હિન્દી આ બધી ભાષા અને સંસ્કૃતિ અને ભાષાઑ ને જોડવાનું કામ કરે છે અને સંપન્ન રાષ્ટ્ર બનાવવામાં મદદ કરે છે.હિન્દી જ એક એવી ભાષા છે જે આપણે બધાને જોડાયેલ રાખે છે તો આપણે એ ભાષાને આગળ વધારવી જોઈએ. વર્ષ 1949થી હિન્દીને આપની રાષ્ટ્રીય ભાષા તરીકે ઓળખ આપવામાં આવી હતી અને એ પહેલા પણ સ્વતંત્ર સંગ્રામીઓ હિન્દી ભાષાનો પ્રયોગ કરીને જ આગળ આવ્યા હતા.’
‘હિન્દીની વિશેષતા એ છે કે એમાં જે બોલાય છે એ એમ જ લખાય છે. આજની પેઢીએ પોતાની સ્થાનીય ભાષા સાથે હિન્દીને પણ આટલું જ મહત્વ આપવું જોઈએ અને એ જ ભાષામાં વાત કરવી જોઈએ. એ ઉપરાંત બેન્ક અને બીજી સરકારી કચેરીના કર્મચારીઓ એ વાતચીત કરવા માટે ફક્ત હિન્દી ભાષાનો જ ઉપયોગ કરવો.’
આવું આમિત શાહનું કહેવું છે. તદુપરાંત અમિત શાહએ જણાવ્યુ કે પીએમ મોદીના આંત્ર્રષ્ટ્રીય સ્તરે હિન્દીમાં ભાષણ આપવાની એ બુધ્ધિમતાને કારણે દુનિયાભર્મ હિન્દી ભાષા માટે માન અને પ્રેમમાં વધારો થયો હતો. આજના યુવાનો હિન્દી તરફ પાછા ફર્યા છે અને આવનારી પેઢીને પણ હિન્દી ભાષાના પ્રયોગ કરવા માટે પ્રેરિત કર્યા છે.
સાથે જ અમિત શાહે કોરોના મહામારી વિષે પણ ચર્ચા કરી અને કહ્યું કે દરેક નાગરિકો અને પીએમ પ્રધાનમંત્રી એ ખૂબ જ સમજદારી દાખવી છે. હજુ પણ કોરોનાનો ખતરો ઓછો થયો નથી એટ્લે લોકોએ વધુ તકેદારી રાખવાની જરૂર છે.