આજે ભારતીય વાયુસેનાનો 88મો સ્થાપના દિવસ

ભારતીય વાયુસેનાનો આજે 88મો સ્થાપના દિવસ છે. ભારતના ગૌરવશાળી ઈતિહાસ સાથે જોડાયેલા આ કાર્યક્રમની શરૂઆત સવારે 8:30 વાગ્યે થઇ હતી.
ભારતની વાયુસેનાના પરાક્રમની ઝલક હિંડન એરબેસ પર જોવા મળશે. આયોજનમાં આ વખતે કુલ 56 એરક્રાફ્ટ ભાગ લઈ રહ્યા છે. જેમાં રાફેલ, જગુઆર, તેજસ સહિત સુખોઈ અને મિરાજ પણ સામેલ છે.

આજના સ્ટેટિક ડિસ્પલેમાં રાફેલને સૌથી વચ્ચે સ્થાન અપાયું છે. ફ્લાય પાસ્ટના ફોર્મેશન્સમાં પણ રાફેલને જગ્યા અપાઈ છે. વિજય ફોર્મેશનમાં રાફેલની સાથે-સાથે, મિરાજ-2000 અને જગુઆર ફાઈટર જેટ્સ પણ હશે જ્યારે ટ્રાન્સફોર્મર ફોર્મેશનમાં તેજસ અને સુખોઈ વિમાન હશે. એટલે કે આજે આકાશમાં દુનિયા ભારતના રક્ષા બેડામાં હાલમાં જ સામેલ થયેલા રાફેલ અને સ્વદેશી તેજસની તાકાત પણ જોવા મળી.
ભારતીય વાયુસેનાનું પરાક્રમ દુનિયા અનેકવાર જોઈ ચૂકી છે. વર્ષ 1932માં ભારતીય વાયુસેનાની સ્થાપના થઈ હતી.