આજે દ્વારકામાં જરૂરિયાતમંદ લોકોને રોજીંદા જીવનમાં જરૂરી વસ્તુઓની કીટનું કરાયું…

કોરોના વૈશ્વિક મહામારી અને ઉપરાંત હાલ સમગ્ર ગુજરાતમાં પડેલ અતિવૃષ્ટિને કારણે અનેક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. પહેલા કોરોના મહામારીને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને તેને કારણે ઘણા લોકોને આર્થિક નુકશાન પહોંચ્યું હતું અને હાલ ગુજરાતમાં પડેલ અતિ વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે અને અનેક ખેડૂતો પાયમાલ બન્યા છે.
એવામાં દ્વારકામાં આજે સામવેદ ભવનમાં જરૂરિયાતમંદ લોકોને મુકુલ માધવ ફાઉન્ડેશન અને યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા રોજીંદા જીવનમાં ઉપયોગી અને જરૂરી એવી વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુકુલ માધવ ફાઉન્ડેશન અને યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા કુલ 100 કીટોનું વિતરણ આજે કરવામાં આવ્યું છે. કીટની અંદર અનાજ, મીઠું, ચા અને સાબુ જેવી સામાન્ય પણ મહત્વની વસ્તુના વિતરણ સાથે સાથે માસ્ક પણ શામેલ કરવામાં આવ્યું હતું. આ કોરોના મહામારી વચ્ચે માસ્ક એ ખુબ જ જરૂરી વસ્તુમાંની એક છે.
મુકુલ માધવ ફાઉન્ડેશન અને યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા કુલ આજે 100 કીટનું વિતરણ થયું છે અને એમની ઈચ્છા છે કે એ લોકો હજુ પણ વધુ જરૂરિયાતમંદ લોકોને કીટ દ્વારા મદદ કરી શકે. મુકુલ માધવ ફાઉન્ડેશન અને યુવા અનસ્ટોપેબલ સંસ્થા કે તે કુલ 26 જેટલા રાજ્યોની અંદર કાર્યરત છે અને ત્યાં લોકોને જરૂરી વસ્તુ પૂરી પાડે છે. અને તેમના જણાવ્યાનુસાર જ્યા સુધી કોરોના મહામારી ચાલી રહી છે, ત્યા સુધી લોકોની મદદ કરે અને જરૂરિયાતમંદોને વધુ કીટનું વિતરણ કરવામાં આવશે.