
ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી દિવસે પાવર આપવાની રજૂઆત હતી.ખેડૂતો ની માંગણી ને સંતોષવા ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા ગુજરાત
સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકવામાં આવી છે.જે યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમિયાન સવારે ૦૫:૦૦ થી રાત્રિના ૦૯:૦૦ દરમિયાન વીજ પુરવઠો દિવસે આપવામાં આવશે.આ યોજના થકી ખેડૂતો ને દિવસે ખેતીવાડી સિંચાઇ માટે વીજ પુરવઠો મળવાથી રાતના ઉજાગરા,વન્યજીવ જંતુના ભય અને કડકડતી ઠંડી તથા ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળે છે.
ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા જરૂરી માળખાકીય નેટવર્ક ઉભુ કરવા માટે કિસાન સૂર્યોદય યોજના માટે રૂ.૩૫૦૦.૦૦ કરોડની જોગવાઈની જાહેરાત કરેલ છે.દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે વિગતવાર કરવામાં આવેલ વિશ્લેષણ મુજબ પ્રવહન માળખાને સશક્તિકરણની આશરે જરૂરિયાત રહે છે.જે મુજબ • કુલ ૩૪૯૦ સર્કિટ કી.મી જેટલી નવીન ૬૬ કેવીની ૨૩૪ વીજ રેશાઓનું નિર્માણ. • કુલ ૦૯ નંગ નવીન ૨૨૦ કેવી સબ સ્ટેશન નું સંલગ્ન વીજ રેષા સહિત પ્રસ્થાપિત કરવા.
અત્યારના તબક્કા માં આણંદ જિલ્લા ના આઠ તાલુકાના ૧૪૩ ગામોના ૪૬ કૃષિ ફિડરો ના ખેડૂતો ના ૯૨૫૬ ખેતી વિષયક વીજ જોડાણો ને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે.