આમ જનતા માટે મોટી ખબર…

દશેરા અને દિવાળી પહેલા શરૂ થઈ શકે છે 80 સ્પેશિયલ ટ્રેન…
ઓક્ટોબરમાં રેલવે મંત્રાલય તરફથી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય વધારાની 80 ટ્રેન દોડાવવા માટે નિર્ણય કરી શકે છે. મળેલી માહિતી પ્રમાણે ભારતીય રેલવે ઓક્ટોબર-નવેમ્બરના તહેવારોને ધ્યાનમાં રાખતા સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા વધારી શકે છે. આગામી મહિને રેલવે મંત્રાલય અમુક રૂટ પર માંગ પ્રમાણે ટ્રેનની સંખ્યા વધારી શકે છે.

આ ટ્રેનોમાં ફક્ત કન્ફર્મ ટિકિટ જ મળશે. ક્લોન ટ્રેનમાંથી 19 જોડી હમસફર એક્સપ્રેસ રેક ચલાવશે. જેમાંથી દરેકમાં 18 કોચ હશે, જ્યારે એક જોડી ટ્રેન 22 કોચ સાથે દિલ્હી-લખનઉ રૂટ પર ચલાવવામાં આવશે. ક્લોન ટ્રેન હાલમાં ચાલી રહેલી 310 જોડી ટ્રેનથી વધારાની હશે.

સપ્ટેમ્બરમાં રેલવેએ 80 સ્પેશિયલ ટ્રેન અને 40 ક્લોન ટ્રેન ચલાવવાનો આદેશ કર્યો હતો. જેમાં મોટાભાગની ટ્રેન બિહારને જોડતી છે. આગામી મહિને ઓક્ટોબર અને નવેમ્બરમાં દશેરા, નવરાત્રી, દીવાળી અને ભાઈબીજ જેવા હિન્દુ તહેવાર આવી રહ્યા છે. આથી ટ્રાવેલ માંગ વધી શકે છે. સિઝન ડિમાન્ડને ધ્યાનમાં રાખીને 80 વધારાની ટ્રેન ચલાવવા માટેની જાહેરાત કરવામાં આવી શકે છે.