
સુરતમાં રાંદેર રોડ ખાતે વહેલી સવારે એક દૂર્ઘટના ઘટી છે. રાંદેરમાં આવેલી એક ઇમારતનો ભાગ ધરાશાયી થતાં તેની નીચે સૂતા ત્રાણ લોકોનાં મોત થયા છે.શહેરના રાંદેર નવયુગ કોલેજ નજીક આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતા ત્રણ શ્રમજીવીએ જીવ ખોયો.

50 વર્ષ જૂની આ બિલ્ડીંગને 9 મહિના પહેલા SMCએ ખાલી કરાવ્યું હતું. આ એપાર્ટમેન્ટમાં નીચે બંધ દુકાન બહાર શ્રમજીવીઓ સૂતા હતા. અચાનક સવારે ચાર વાગ્યાની આસપાસ બિલ્ડીંગની પરની બાલ્કની તૂટીને પડતાં આ ત્રણ શ્રમજીવીઓ એ જીવ ગુમાવ્યો પડ્યો.

આ જર્જરિત બિલ્ડિંગને ત્રણ વર્ષ પહેલા જ ખાલી કરાવી દેવાની નોટિસ આપવામાં આવી હતી. આ સાથે બિલ્ડરને પણ બિલ્ડિંગ પાડવાની નોટિસ આપી દેવામાં આવી હતી. પરંતુ ઇમારત જેમની તેમ જ રહેવા દીધી હતી. જર્જરિત ઇમારતમાંથી રહેતા લોકોને ખાલી કરાયા હતા પરંતુ અહીં નીચેનાં માળમાં બેથી ત્રણ દુકાનો ચાલુ હતી.