ઓખા મંડળમાં જુગારના ત્રણ દરોડા : નવ પત્તાપ્રેમીઓ ઝડપાયા

જામખંભાળીયા: ઓખા મંડળના મીઠાપુર સૂરજકરાડી વિસ્તારમાંથી પોલીસે મોબાઈલ ફોનમાં લુડો ગેમ રમી, અને પૈસાની હારજીત કરી રહેલા રૂપસિંહ અરજણભા માણેક (ઉ.વ. 37) અને રાજેશ કમાભાઈ થારુ (ઉ.વ. 32) નામના બે શખ્સોને રૂપિયા 3020 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત દેવપરા વિસ્તારમાંથી ચલણી નોટોના નંબર ઉપર એકી- બેકીના આંકડા વડે જુગાર રમતા રાહુલભા ઉર્ફે લંગડી માપભા કેર (ઉ. વ.25) અને પત્રામાલભા ઉર્ફે કાયડી પાલાભા જગતિયા (ઉ.વ. 35) નામના બે શખ્સોને પોલીસે રૂપિયા 2060ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
જ્યારે દ્વારકા તાલુકાના વરવાળા ગામે જાહેર ચોકમાં ગંજીપત્તા વળે તીનપત્તી નામનો જુગાર રમવા સબબ પોલીસે હિતેશ ધરમશીભાઈ સામાણી, અશોક દયાળજીભાઈ કાનાણી, નેહાબેન વંદનભાઈ દત્તાણી, અમૃતાબેન ધનસુખભાઈ સામાણી, અને વનીતાબેન ગોપાલદાસ જાખરીયાને ઝડપી લઈ, રૂપિયા 5090 નો મુદ્દામાલ કબજે કર્યો છે.