કાલથી શરૂ થઈ રહેલ પુરુષોત્તમ મહિનો આ વર્ષ છે ખૂબ જ ખાસ… બનશે ઘણા શુભ સંયોગો

17 સપ્ટેમ્બરના રોજ શ્રાદ્ધની સમાપ્તિ પછી, 18 સપ્ટેમ્બરથી અધિકમાસ શરૂ થશે. અધિકમાસ 16 ઑક્ટોબર સુધી ચાલશે. આ પછી 17 ઓક્ટોબરથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે અશ્વિન મહિનામાં અધિકમાસ છે. જેનો અર્થ છે કે આ વર્ષે બે અશ્વિન માસ હશે. અશ્વિન મહિનામાં નવરાત્રી, દશેરા જેવા તહેવારો ઉજવવામાં આવે છે. આ વર્ષે, અધિકમાસમાં ઘણા શુભ સંયોગો કરવામાં આવી રહ્યા છે. જ્યોતિષીઓ અનુસાર અધિકમાસમાં 15 દિવસ શુભ સંયોગ બની રહ્યા છે.
અધિકમાસ દરમિયાન સર્વસિદ્ધિ યોગ 9 દિવસ, દ્વિપુષ્કર યોગ 2 દિવસ, અમૃતસિદ્ધિ યોગ એક દિવસ અને પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યા છે. જ્યોતિષીઓ અનુસાર અધિકમાસમાં સર્વાર્થસિદ્ધિ યોગ કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે દ્વિપુષ્કર યોગમાં કરવામાં આવેલા કામનું પરિણામ ડબલ થાય છે. આ સિવાય પુષ્ય નક્ષત્ર ખરીદી માટે શુભ સાબિત થશે.

અધિકમાસને કેટલીક જગ્યાએ મલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય આ મહિનો પુરુષોત્તમ તરીકે પણ ઓળખાય છે. પૌરાણિક કથા અનુસાર, માલિન્માસ હોવાને કારણે કોઈ પણ ભગવાન આ મહિનામાં પૂજા કરવા માંગતા ન હતા. કોઈ પણ આ મહિનાના દેવ બનવા માંગતો ન હતા. ત્યારે મલમાસે પોતે ભગવાન વિષ્ણુને વિનંતી કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ મલમાસને પોતાનું નામ આપ્યું હતું. અને ત્યારથી આ મહિનો પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાય છે.

જાણો અધિકમાસ કેમ આવે છે?
સૂર્ય વર્ષ 365 દિવસ અને લગભગ 6 કલાક છે. જ્યારે ચંદ્ર વર્ષ 354 દિવસ છે. આ બંનેના વર્ષ વચ્ચે લગભગ 11 દિવસનો તફાવત છે. આ તફાવત દર ત્રણ વર્ષે લગભગ એક મહિના જેટલો થાય છે. આ તફાવતને દૂર કરવા માટે, ત્રણ વર્ષમાં એક વખતે ચંદ્ર નો એક મહિનાનો વધારે આવે છે. આ ઉમેરાને કારણે,અધિકમાસ નામ આપવામાં આવ્યું છે.