
ધરા શાહનું નવરાત્રી સોંગ “મણિયારો” સોંગ રીલીઝ થઈ ગયું છે. મણિયારો ગીત ધરા શાહની ઓફિશ્યલ ચેનલ પર થયું રિલિઝ
મૂળ સૌરાષ્ટ્ર ગુજરાતના જાણીતાં સિંગર ધરા શાહ લોકગીતો માટે જાણીતાં છે અને તેમના લોકગીતો ખૂબ પ્રસિદ્ધ છે. જ્યારે આ નવરાત્રી પર તેમનું ગીત “મણિયારો” આવી ગયું છે. આ ગીતનો દર્શકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ગીતને ધરા શાહ દ્વારા ગાવામાં આવ્યું છે. જ્યારે સુરતના જિમ્મી દેસાઇ દ્વારા મ્યુઝીક આપવામાં આવ્યું છે. અને આ ગીતને અક્ષણ ધનાણી દ્વારા ડિરેકટ કરવામાં આવ્યું છે. આ ગીતની ખાસિયત એ છે કે ધરા શાહએ આ ગીતને એક્દમ ફોક વર્ઝનમાં રિલિઝ કર્યું છે. અને આ ગીત માટે તેમને ભાવનગરના દરબાર ગઢ કિલ્લામાં આખું ગીત બનાવ્યું છે. જે આપની સંસ્કૃતિને રજૂ કરે છે.
ધરા શાહ વાતચીત કરતાં જણાવે છે કે આ ગીત બનાવવા પાછળ બે મહિનાની મહેનત લાગી છે અને આ ગીત સાથે બહુ બધા લોકો જોડાયેલા છે. જ્યારે આ ગીત આ બધા વગર બનાવવું અશક્ય હતું. અમે આ ગીતમાં ગુજરાતી સંસ્કૃતિને તાજી કરવા માટેના ભરપૂર પ્રયાસ કર્યા છે. અમે આ ગીતને દરબારગઢ કિલ્લામાં બનાવ્યું છે. તે મારા માટે ખૂબ ગર્વની વાત છે અને તેમના માટે મહારાણી બ્રિજેશ્વરી કુમારી ગોહિલ અને ભાવનગરના યુવરાજની ખાસ આભારી છું. અમે આ ગીતને ખૂબ સરળ રીતે રજૂ કરવાના પ્રયાસો કર્યા છે. જ્યારે લોકડાઉન ખૂલ્યું ત્યારથી જ અમે આ ગીત બનાવવા માટેની શરૂઆત કરી દીધી હતી. આ વર્ષે નવરાત્રી તો નહિ થાય તે માટે દરેક કલાકારો પ્રયાસ કરી રહ્યા છે કે અમે દર્શકોને કશુંક નવું આપીએ. અને મેં પણ એક કલાકાર તરીકે પ્રયાસ કર્યા છે કે હું પણ દર્શકો કઇંક નવું આપું અને મણિયારો જેમનું પરિણામ છે. લોકો શેરીમાં નહિ પરંતુ ઘરમાં મારા ગીતો પર ગરબા લઈ શકે અને નાચી શકે તેવી હું આશા રાખું છું. મને આ ગીત બનાવવામાં જેટલા પણ લોકોએ મદદ કરી છે તે દરેકની હું આભારી છું.

આ ગીત ધરા શાહની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ પર રીલીઝ થઈ ગયું છે.