સ્ટારપ્લસ ની આ લોકપ્રિય સિરિયલને જગ્યા એ 26 ઓક્ટોબરથી આવશે હવે ‘સાથ નિભાના સાથિયા 2’, સિરિયલ પુરી થતા લાગ્યો દર્શકોને મોટો ઝાટકો

એક સમયની સ્ટાર પ્લસની ખુબ ચર્ચિત સિરિયલ સાથિયા ફરી પરત આવી રહી છે. 26 ઓક્ટોબરથી સાથ નિભાના સાથિયા 2 સિરિયલ સ્ટાર પ્લસ ઉપર પરત ફરી રહી છે.
હાલ જ એક મોટી ખબર સામે આવી રહી છે કે આ ‘કસોટી ઝીંદગી કી જગ્યા લઇ રહી છે. પ્રોડકશન હાઉસ થી જોડાયેલ સૂત્રો પાસે થી આ ખબર મળી છે કે, ‘ સ્ટોરી લાઈનમાં બદલવા કરવામાં આવ્યો અને સાથે જ નવા કિરદારોને એન્ટ્રી કરવામાં આવી તેથી આ શો ની ટીરાપી ખુબ જ ઓછી થઇ ગઈ હતી. આ શો ઓડિયન્સનું ધ્યાન પોતા તરફ ખેંચવામાં પાછળ પડ્યું હતું.
લોકડાઉન પછી જયારે આ શો પરત શરૂ કરવામાં આવ્યો ત્યારે થોડા જ સમયમાં આ સિરિયલના મુખ્ય કિરદાર પાર્થ સમથાન કોરોના સંક્રમિત થઇ ગયા હતા. સાથે જ ઘણા કલાકારો કોરોનાના ડરને કારણે શૂટિંગ માટે ઘરની બહાર આવવા નહતા ઇચ્છતા. એટલા માટે ઘણા કિરદારને રિપ્લેસ કરવામાં આવ્યા હતા.
જો કે આ શો બંધ કરવામાં આવે છે તેની પાછળ નિર્ણય આ શો ના પ્રોડ્યુસર એકતા કપૂરનો નથી. એકતા આ શો ને હજુ પણ આગળ વધારવા ઈચ્છે છે. પરંતુ ચેનલએ હવે આ સિરિયલ ઉપર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. અંતે એકતા કપૂરએ હાર માની અને એ આ સિરિયલ બંધ કરવા માટે રાજી થઇ છે.

24 ઓક્ટોબરના ટેલિકાસ્ટ થશે આ શોનો છેલ્લો એપિસોડ
આ પ્રચલિત સિરિયલ બાદ હવે તેનું સ્થાન સાથ નિભાના સાથિયા 2 લેવા જઈ રહ્યું છે. કસોટી ઝીંદગીકી નો છેલ્લો એપિસોડ 24 ઓક્ટોબર શનિવારે ટેલિકાસ્ટ થશે અને 26 ઓક્ટોબર સોમવારથી સાથ નિભાના સાથિયા 2 પ્રસારિત થશે.
સાથ નિભાના સાથિયાની પહેલી સીઝન વર્ષ 2010માં શરુ થઇ હતી અને વર્ષ 2017માં સમાપ્ત થઇ હતી. હાલ જ સોશિયલ મીડિયા ઉપર એક ટ્રેન્ડ ચાલી રહ્યો હતો કે ‘રસોડે મેં કોન થા’ આ ટ્રેન્ડિંગ મીમ સિરિયલ સાથ નિભાના સાથિયાનો એક સીન હતો. જે હાલ આ મીમને કારણે ખુબ જ પ્રચલિત થયો હતો.