બૉલીવુડનો આ પ્રચલિત હીરો આવ્યો કોરોનાની ચપેટમાં, લખ્યું કે,’હું ઠીક છું પણ..

સામાન્ય લોકોને જ નહીં પરંતુ બૉલીવુડના અલગ અલગ સિતારાઓને પણ આ કોરોના બક્ષતું નથી. દરેકને પોતાની ચપેટમાં લઈ લે છે. થોડા સમય પહેલા જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોનાને માટ આપીને ઘરે પરત ફર્યા હતા. હવે બૉલીવુડના બીજા કલાકારને આ કોરોનાએ તેની ચપેટમાં લીધો છે.

બૉલીવુડના પ્રચલિત એક્ટર અર્જુન કપૂરને કોરોના પોજીટીવ આવ્યો છે. અર્જુન કપૂરે પોતે જ આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર આપી છે. એમને પોસ્ટ કરતાં લખ્યું કે, ‘ મારો કર્તવ્ય છે કે હું તમને બધાને જણાવી દઉં કએ હું કોરોના સંક્રમિત થઈ ગયો છું. જો કએ હાલ હું પૂરી રીતે સ્વસ્થ છું અને મારી અંદર તેના કોઈ લક્ષણ દેખાઈ રહ્યા નથી. મી મારી જાતને ઘરમાં જ આઇસોલેટ કરી લીધી છે. હું હોમ ક્વોરોનટાઈન છું. અને આ માટે મી મારા ડૉક્ટરની પણ સલાહ લીધી છે.’
અર્જુન કપૂરે આગળ જણાવ્યું કે, ‘ હું તમારા બધાનો પહેલેથી જ આભાર માંનું છું. આવનાર દિવસોમાં હું મારા સ્વાથ્ય વિશે તમને જાણકારી આપતો રહીશ. માંને વિશ્વાસ છે કએ આપણે બધા સાથે મળીને આ વાઇરસને હરાવી દઇશું. ઘણો બધો પ્રેમ અર્જુન કપૂર’

બૉલીવુડના ઘણા સિતારાઑએ અર્જુનને જલ્દી ઠીક થવા માટેની પ્રાથના કરી છે. જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારી વચ્ચે મહારાષ્ટ્રમાં ગયા મહિને જ શૂટિંગ કરવા માટેની છૂટ મળી હતી. અર્જુન કપૂર પણ તેની આવનારી ફિલ્મના શૂટિંગ માટે જતો હતો. આ દરમિયાન અર્જુન કપૂરનો રિપોર્ટ પોજીટીવ આવતા હવે ફિલ્મની શૂટિંગ અટકાવી દેવામાં આવશે.