આ છે ભારતની સૌથી ઊંચી સડક, સ્વર્ગનો રસ્તો કહો કે દુશ્મન ઉપર આરામથી નજર બનાવવી રાખવા માટેનો સિક્રેટ માર્ગ….

ભારતએ એવ એવી સડક બનાવી છે કે જેને દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ રોડ છે મતલબ કે આ છે દુનિયાની સૌથી ઊંચી સડક જ્યાં તમે તમારી ગાડી લઈને જઈ શકો છો. અને આ સડકની ખાસ વાત એ છે કે ત્યાંથી ભારતીય જવાનો આરામથી ચીનની દરેક હલચલ ઉપર નજર રાખી શકે છે.

આ સડક ઉતરાખંડના ચમોલી-ગઢવાલ જિલ્લામાં ચીનની સીમા પાસે 18,192 ફૂટની ઊંચાઈ ઉપર સ્થિત છે.
આ સડક દ્વારા ચીનમાં સ્થિત માનસરોવર અને કૈલાશ પર્વત ઉપર જવાનો મેઇન રસ્તો છે. આ સડક બન્યા પછી ચીન સામે ભારત એક મજબૂત સ્થિતિમાં આવીને ઊભી ગયું છે.

એ સાદકનું નામ માણા પાસ રોડ છે. આ એક એવો રસ્તો છે જેને ઉપરથી નીચેની બાજુ બનાવવામાં આવ્યો છે. આ કામ ખૂબ જ અઘરું હતું પણ મહામહેનતે આ સડક બનાવી છે. એ સાદકથી 64 કિલોમીટર નીચે આવેલ ગામ માણા સુધી પંહોચી શકાય છે.

માણા ગામ સમુદ્રથી લગભગ 5,545 મીટર એટ્લે કે 18.192 ફૂટ ઊંચું છે. આ ગામ ઉતરાખંડના પ્ર્સિધ મંદિર બદ્રીનાથની ખૂબ જ નજીક આવેલ છે. પર્યટકો એ સ્થળે ગાડીઓ કરતાં બાઇક લઈને જવાનું ખૂબ જ પસંદ કરે છે. આ સ્થળ પાછળ અનેક પૌરાણિક કથાઓ પણ જોડાયેલ છે.