
આખી દુનિયામાં કોરોના ફેલાવી પોતાનું વર્ચસ્વ જમાવવાવાળા ચીનનો પાસો ધીરે ધીરે ઊલટો પડી રહ્યો છે. ચીની વસ્તુને બોયકોટ કરવાની વાત તો વર્ષોથી ચાલી રહી હતી પણ હવે લોકો આ વાતનું પાલન કરવા લાગ્યા છે અને મોદી સરકારનો પણ પિત્તો છટક્યો છે. આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવા માટે મોદી સાહેબ એ લોકોને ઘણા પ્રેરિત કર્યા છે.
એવામાં આપણે ગુજરાતી ક્યાં કોઇથી પાછળ પાડીએ એમ છીએ. કોરોનાથી બચવા માટે સૌથી વધુ સુરક્ષિત છે માસ્ક .. સૌથી વધુ સુરક્ષિત માસ્ક એન-95 ની આયાત શરૂઆતી સમયમાં ચીનથી કરવામાં આવી રહી હતી .
આત્મનિર્ભર ભારત અંતર્ગત રાજકોટના ઉદ્યોગપતિએ લોકડાઉનમાં જ ચીનની મોનોપોલી તોડી નાખી હતી. લોકડાઉનમાં અન્ય રાજ્યોમાંથી માલ મળતો નહોતો ત્યારે ઘરઆંગણે બનતા પાર્ટસની મદદ લીધી અને આખું મશીન તૈયાર કર્યું હતું. લોકડાઉન હોવાથી મજૂરો નહોતા મળતા તો નાના મોટા કામ માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી આપીને તેની મદદ લીધી હતી.
એન-95 માસ્ક બનાવવા માટેના જે મશીન માટે સામાન્ય રીતે ચીન પર જ નિર્ભર રહેવું પડતું હતું. ત્યાં બનતા મશીનની કિંમત એક કરોડ કરતા વધુ હતી. ત્યારે આ મેડ ઈન ઈન્ડિયા પાર્ટસની મદદથી આ મશીન રૂ. 55 લાખમાં બનાવ્યું હતું.