લાઈફસ્ટાઇલ
આ બિલાડી,ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ છે!

તમે માનવીના બે ચહેરા વિશે વાંચ્યું અને સાંભળ્યું હશે પરંતુ શું તમે બે ચહેરાવાળી બિલાડીને ક્યારેય જોઇ છે? તો જાણો એક એવી બિલાડી વિશે જેનો ચહેરો તમને ચોંકાવી દેશે. બિલાડીનું નામ કીમેરા છે અને તેનો જન્મ અર્જેન્ટિનામાં થયો છે. સોશિય મીડિયામાં શેર થયા બાદ આ બિલાડીની તસવીર વાઇરલ થઇ રહી છે અને લોકો તેની ઉપર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

બિલાડીનું નામ તેની જેનેટિક સ્થિતિ જેને ચિમેરા કહેવામાં આવે છે તેના પર રાખવામાં આવ્યું છે. આ જેનેટિક ડિસોડરના કારણે પ્રાણીઓમાં એકથી વધારે રંગ હોય છે.આ બંને ચહેરા સાથે આ બિલાડી ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેટલી જ ભયાનક પણ લાગી રહી છે.
.