
રાધિકા આપ્ટે જેવી જ લાગે છે ગુજરાતી એક્ટ્રેસ પ્રિયંકા પટેલ
તમે બોલિવૂડમાં સલમાન ખાન, રણબીર કપૂર અને કેટરીનાના હમશકલ તો જોયા જ હશે. પરંતુ ક્યારેય બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્તેની હમશકલ નહિ જોઈ હોય.
રાધિકા આપ્ટેની હમશકલ પ્રિયંકા પટેલ ગુજરાતના સૌરાષ્ટ્રની છે. તે એક સોફ્ટવેર એંજિનિયરની સાથે સાથે એક્ટ્રેસ પણ છે. તેમણે ઘણી બધી શોર્ટ ફિલ્મ અને ડોક્યુમેંટરીમાં પણ કામ કર્યું છે. જ્યારે હવે તે આવનારા સમયમાં એક ફિલ્મમાં પણ જોવા મળશે.
પ્રિયંકાએ સૉફ્ટવેર એંજિનિયર કર્યા બાદ એક્ટિંગમાં આગળ વધવાનું નક્કી કર્યું અને હાલ તે પોતાની લાઈફમાં પેશન અને પ્રોફેશન બંનેને બેલેન્સ કરી રહી છે. અત્યારે તે એક્ટિંગમાં આગળ વધી રહી છે અને સાથે સાથે એડિટિંગ પણ શીખી રહી છે.
પ્રિયંકાએ લોકડાઉનના સમયમાં પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે પોતાની એક યુટ્યુબ ચેનલની શરૂઆત કરી છે. અને જેમાં તે ફેશન, સ્ટાઈલ અને હેલ્થને લઈને વિડીયો બનાવી રહી છે. પ્રિયંકા જાતે આ વિડીયોનું શૂટિંગ અને એડિટિંગ કરે છે.

પ્રિયંકા વાતચીત કરતાં જણાવે છે કે હા! આજસુધીમાં મને ઘણા લોકોએ એવું કહ્યું છે કે હું રાધિકા જેવી દેખાવ છું. પણ શરૂઆતમાં આ વાત હું માનતી ન હતી.
વધુ જણાવતાં કહે છે કે રાધિકા મારી હંમેશા માટે એટ્લે ફેવરિટ રહી છે કારણ કે તેમના પાત્રો એક્દમ બિન્દાસ હોય છે અને તે તેમના પાત્રો સમાજની ટીકા ટિપ્પણીની ચિંતા કર્યા વગર કામ કરે છે. જેમની આ અભિગમને કારણે હું તેમની ચાહક છું.
પ્રિયંકા સોશ્યલ મીડિયામાં સેલ્ફ ફોટોગ્રાફી કરીને પણ મૂકે છે.
પ્રિયંકાને સૌરાષ્ટ્રના ગીરમાં અને કલકત્તાના લોકલ એરિયામાં ફરવું ગમે છે. અને ત્યાંની સંસ્કૃતિ વિશે જાણવું ગમે છે.
પ્રિયંકા દરરોજ 45 મિનિટ વર્કઆઉટ અને આ ઉપરાંત વૉકિંગ કરીને પોતાની જાતને ફિટ રાખે છે.