PSI સોલંકીના આ કાર્યથી પોલીસ સ્ટેશનમાં ખુશીના આંસુડા છલકાયા

આ વૈશ્વિક મહામારીમાં ખાખી વર્દીના અનેકરૂપ જોવા મળ્યાં છે. લોકડાઉનમાં ખાખીની દરિયાદિલીના દર્શન થયા હતા. દેશમાં લોકડાઉનમાં ભુખ્યાને ભોજન, બીમારને દવાઓ સહીત જરૂરિયાતમંદ લોકોને પરિવારની હૂંફ આપી હોવાના અનેક કિસ્સાઓ જોવા મળ્યા હતા. ઘણા સ્થાનો પર પોલીસની છબી બગડે તેવા પણ બનાવો સામે આવ્યા હતા પરંતુ હજુ પણ પોલીસમાં એવા અધિકારીઓ અને કર્મચારીઓ છે જેમના કાર્યોએ ખાખીને લોકો સામે આદર મળે તેવા પરિણામો આપ્યા છે. તેમના સુવાસ ફેલાવતા કાર્યોએ લોકો વચ્ચે પોલીસને પોતાનો મિત્ર કહી શકાય તેવો લોકોમાં ભાવ હજુ પણ જીવતો રાખ્યો છે.

માલપુર પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક નંબર મેળવી સંપર્ક કરતા પરિવારજનો મધ્યપ્રદેશથી માલપુર પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. યુવકને જોતાની સાથે તેની માતાએ ગળે લગાડતા અને ખુશીની અશ્રુધારા વહાવતા પીએસઆઈ સોલંકી અને તેમનો સ્ટાફની પણ આંખો ભરાઈ ગઈ હતી. માલપુર પોલીસની માનવતા ભર્યાં પગલાંને પગલે ચાર મહીનાથી પરિવારથી વિખૂટો પડેલો યુવકનું પુન:મિલન કરાવવામાં સફળતા મળી હતી.