ગુજરાત

રાજ્યમાં ગણેશોત્સવ માટે સરકારના આ નિયમો..

gujarat24news: 29-7-2021

જાહેરમાં બાંધવામાં આવેલા પંડાલમાં સ્થપાયેલા ગણપતિની મુર્તિની ઉંચાઇ 4 ફૂટથી વધુ હોવી જોઇએ નહીં. સરકારે જણાવ્યું હતું કે, જેમના ગણપતિની પ્રતિમાની ઉંચાઇ 4 ફૂટ કરતા ઓછી છે, તેમને જ ગણેશોત્સવમાં પંડાલ બાધવાની મંજૂરી આપવામાં આવશે. હાલ ખૂલ્લા મેદાનમાં આયોજિત જાહેર સમારોહમાં 200 લોકોને જોડાવાની છૂટ છે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય બાદ 31 જુલાઇ બાદ ખૂલ્લા મેદાનમાં આયોજિત જાહેર સમારોહમાં 400 લોકો ભાગ લઇ શકશે.

સુરતમાં આજથી શરૂ થતો ગણેશોત્સવ સાર્વજનિક નહીં હોય, સાદાઈથી કરાશે ઉજવણી - SATYA DAY

આ સાથે હોલ કે બંધ જગ્યાઓમાં આયોજિત થતા કાર્યક્રમોમાં બેઠક ક્ષમતાના 50 ટકા લોકો જોડાઇ શકશે, જેમાં પણ 400થી વધુ લોકો જોડાઇ શકશે નહીં. આ સાથે જાહેર સમારોહ તેમજ કોઇપણ કાર્યક્રમોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ ફરજિયાત છે. આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × four =

Back to top button
Close