આંતરરાષ્ટ્રીય

કોરોના અટકશે નહીં ત્યાં સુધી દુનિયાના અર્થતંત્રમાં ગતિ નહીં આવે: IMF

જ્યાં સુધી કોરોનાનો ચેપ પ્રસરવાનું બંધ નહીં થાય ત્યાં સુધી નિર્ણયાત્મક અને લાંબા ગાળાની આથક રિકવરી થાય તેમ લાગતું નથી, ભલેને સરકારો લોકડાઉન ઉઠાવી લેવાની વાતો કરે પણ તેનાથી ઝાઝો ફરક પડવાનો નથી તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે IMF જણાવ્યું હતું.

IMF દ્વારા કરવામાં આવેલાં સંશોધનમાં જણાયું છે કે સરકારોએ લોકડાઉન લાદીને ગ્લોબલ મંદીમાં મોટું યોગદાન આપ્યું છે પણ લોકોએ જાતે સોશ્યલ ડિસ્ટન્સિગ જાળવવાનું પસંદ કર્યું હોવાથી તેને કારણે મંદી વકરી છે. IMF હવે વિશ્વ બેન્ક સાથે મળીને 13 ઓક્ટોબરે નવો વરતારો બહાર પાડશે.

UKમાં ઓગસ્ટમાં ધાર્યા પ્રમાણે આર્થિક રિકવરી થઇ નથી. જુલાઇમાં 6.6 ટકાની રિકવરી સામે ઓગસ્ટ મહિનામાં માંડ 2.1 ટકા રિકવરી થતાં યુરોપમાં યુકે આ મામલે અન્ય દેશોની સરખામણીમાં પાછળ પડી ગયું છે.

ફ્રાન્સમાં પાંચ ટકા રિકવરી જણાઇ છે. ચીનમાં સવસ સેક્ટરમાં સપ્ટેમ્બર મહિનામાં વૃદ્ધિ થઇ હોવાનું જણાયું હતું. જુન મહિનાથી પરચેજિંગ મેનેજર ઇન્ડેકસ 50 કરતાં ઉપર જ રહ્યો છે. ચીની ઇકોનોમીનો 60 ટકા હિસ્સો સવસ સેક્ટર પર નિર્ભર છે. અડધા કરતાં વધારે શહેરી નોકરીઓ આ ક્ષેત્રમાં છે.

યુરોપમાં ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રહેલી ખામીઓ છેલ્લા સાત મહિના દરમ્યાન ચિંતાનું કારણ બની છે. હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવાની કામગીરીથી માંડી ઇ-કોમર્સ અને વર્ક ફ્રોમ હોમનું પ્રમાણ વધવાને પગલે આ ખામીઓ ખટકવા માંડતા સરકારોએ હવે નવા ઝડપી નેટવર્ક શરૂ કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે. આ નવા ઝડપી ઇન્ટરનેટ નેટવર્ક કાર્યરત થતાં 113 યુરોની વાર્ષિક બચત થશે.

ન્યુ કેસલ યુનિવસટીમાં 1003 સ્ટુડન્ટ અને યુનિવસટીના 12 કર્મચારીઓને ગયા સપ્તાહે કોરોનાનો ચેપ લાગ્યો હતો. નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં જ્યાં કોરોનાનું જોર વધતાં આકરાં સ્થાનિક નિયંત્રણો લાદવામાં આવ્યા છે ત્યાં કુલ 1800 સ્ટુડન્ટસને અને સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યો.

નોર્થઉમ્બરિયા યુનિવસટીમાં કોરોનાના નવા 619 નવા કેસો અને ડરહામ યુનિવસટીમાં 219 કેસો વિદ્યાર્થીઓમાં નોંધાયા છે. નોર્થકેસલ યુનિવસટીના પ્રવકતાએ જણાવ્યું હતું કે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે કોરોનાના કેસોમાં વધારો જોતાં અમે કોરોનાના કેસોની સંખ્યા વધવા બાબતે સભાન હતા..

જિલિડ સાયન્સ કંપનીની વિખ્યાત રેમડેસિવર દવાને કારણે કોરોનાના ચેપમાંથી સાજા થવાનો સમય 5 દિવસ ઘટે છે તેમ જાણવા મળ્યું છે. કંપનીએ કરેલા પ્રાથમિક અભ્યાસમાં રિકવરીનો સમય જણાયો હતો તેના કરતાં એક દિવસ વહેલી રિકવરી થતી હોવાનું જણાયું છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − 3 =

Back to top button
Close