
વડોદરા ચોકસી બજારના વેપારીઓએ તા 25 મી રવિવારથી તા 1 મે સુધી બજારો બંધ રાખવાના લીધેલા નિર્ણય બાદ હવે વડોદરાના મુખ્ય અનાજ બજાર હાથીખાના એ પણ સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો..
પોર GIDC ની કમ્પનીમાંથી શંકાસ્પદ સેનિતાઈઝેર ઝડપાયું, સેમ્પલ FSLમાં મોકલાયા

( વડોદરા નજીક પોર જીઆઇડીસી ખાતેની કંપનીમાં શંકાસ્પદ સેનિટાઈઝરનો મોટો જથ્થો ઝડપાતા પોલીસે આ જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે પોર રમણગામડી જીઆઇડીસીમાં આવેલી રેક્સટોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં સેનિટાઈઝરનો શંકાસ્પદ છે તેવી બાતમીના આધારે જિલ્લા પોલીસે દરોડો પાડ્યો હતો અને કંપનીમાંથી લિક્વિડ લેમન ગ્રાસ, લેવેન્ડર એકવા, વોટરમેલન નામના સેનેટાઈઝરના 625 નંગ પાંચ લિટરના કારબા મળ્યા હતા.
રૂ. 2.77 લાખ કિંમતનું સેનિટાઈઝર તેમજ સેનિટાઈઝર બનાવવા માટે રો મટીરીયલના ટાંકા મળી કુલ રૂ.4.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે કંપનીનો મૂળ બિઝનેસ કલર પ્રિન્ટિંગ માટે ઈન્ક બનાવવાનો છે પરંતુ કોરોના મહામારીના કારણે સેનિટાઈઝર બિઝનેસમાં પણ ઝંપલાવ્યું છે. )
હાથીખાના હોલસેલ અનાજના વેપારી મંડળે જાહેર કર્યું છે કે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તેમજ વેપારીઓની સલામતીને ધ્યાનમાં રાખી તા. 26મી સોમવારથી તા 2 મે સુધી અનાજ બજાર બપોરે 3 વાગ્યા બાદ સંપૂર્ણ બંધ રહેશે.
આ દરમિયાન જરૂર જણાશે તો તા 30 એપ્રિલથી 2 મે સુધી અનાજ બજાર સંપૂર્ણ બંધ કરવાની પણ વિચારણા કરવામાં આવશે. વેપારી મંડળના જણાવ્યા પ્રમાણે બપોરે 3 વાગ્યા બાદ અનાજ બજારમાં લોડીંગ-અનલોડિંગની કામગીરી પણ કરવામાં નહીં આવે.