મનોરંજન

લ્યો બોલો! કોલકાતામાં બિગ-બીનું મંદિર; આજે થશે સેલિબ્રેશન

અમિતાભ ચાલીસા વાંચીને જરૂરિયાતમંદને માસ્ક, સેનિટાઈઝર અને કરિયાણું વહેંચશે

કોલકાતામાં અમિતાભ બચ્ચનનું મંદિર છે. 11 ઓક્ટોબરે બિગ બી 78 વર્ષના થઇ ગયા. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ મંદિરમાં અમિતાભનો બર્થડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અલગ રીતે. દર વર્ષે યજ્ઞ, પૂજા અને કેક કાપવામાં આવતી હતી. પણ આ વર્ષે કોરોનાને લીધે સેલિબ્રેશન થોડું અલગ છે. અમિતાભના ચાહકોએ 1000 માસ્ક અને 1000 સેનિટાઈઝર તથા 200 લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ આપવાની તૈયારી કરી છે.

મંદિરના સંસ્થાપક સંજય પટૌદિયાએ કહ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરને શણગારવામાં આવ્યું છે. 10-15 લોકોની હાજરીમાં કેક પણ કાપવામાં આવશે. અમે બચ્ચન પાસે ભોગ ધરીશું. તેમના માતા-પિતાની પૂજા પછી બિગ બીની પૂજા થશે. એ પછી અમિતાભ ચાલીસા વાંચવામાં આવશે. આવું દર વર્ષે થાય છે. આ વર્ષે અમે અમિતાભ બચ્ચનના નામે માસ્ક, સેનિટાઈઝર અને કરિયાણું વહેચીશું.

કોલકાતામાં અમિતાભ બચ્ચનના ચાહકો તેમને ગુરુ કહીને બોલાવે છે, અહિ વર્ષ 2001માં મંદિર બન્યા પછી તેમનો જન્મદિવસ, વર્ષનો સૌથી મોટો દિવસ હોય છે. આ વર્ષે સાવચેતી રાખીને પૂજા-અર્ચના કરવામાં આવી. મંદિરના મુખ્ય મેમ્બરને જ તેમાં સામેલ થવાનો મોકો મળ્યો. બહારના લોકોને આવવાની અનુમતિ આપવામાં આવી નહોતી. પૂજા દરમિયાન કોરોનાટાઈમમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close