
• થોડા દિવસ પહેલા ઉમરેઠ નગરપાલિકા માં જે ઘટના બની હતી જેના સામે નગર ની પ્રજા રાહ જોઈને બેઠી હતી કે શું પગલાં લેવામાં આવશે.?
• આ ઘટના બન્યા ને ધ્યાન માં રાખી ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી દ્વારા જે પગલાં લેવામાં આવ્યા તે ખૂબ જ પ્રજાલક્ષી સરાહનીય કામગીરી કહી શકાય.
• ભારતીબેન સોમાણી દ્વારા કરાયેલ આદેશ ને જોતા જ ચૂંટાયેલ મહિલા સભ્યોના પતી દેવોના વહીવટી કાર્ય પધ્ધતિ નો સૂર્ય અસ્ત થયો હોવાની ચર્ચા નગર માં ચાલી રહી છે અને હવે “પતી દેવો ભવ:” નગરપાલિકા માં નો એન્ટ્રી.
ઉમરેઠ પાલિકા નાં ચીફ ઓફિસર દ્વારા આજે ઓર્ડર કરવામાં આવ્યો હતો કે પાલિકા ના ચૂંટાયેલા સભ્ય સિવાય કોઈપણ વ્યક્તિ નગરપાલિકા ની વહીવટી કામગીરી કે ડોક્યુમેન્ટ જોવા માંગે તો બતાવવા નહિ અને જો કોઈ બતાવશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માં આવશે

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ નગરપાલિકા માં જીતી ને આવેલા મહિલા સભ્યો ની જગ્યા એ તેમના પતિ/પિતાશ્રી ઓ દ્વારા વહીવટ કરવા માં આવતો હોવા ની ઘણી ફરિયાદો જોવા મળી રહી છે નવા જીતી ને આવેલા મહિલા સભ્યો ની જગ્યા એ તેમના ઘર નાં પુરુષ જાતે જ મેમ્બર અથવા ચેરમેન બની ગયા હોય તેવું વર્તન કરે છે અને નગર માંથી કોઈ પોતાનો પ્રશ્ન રજૂઆત કરવા માટે જાય તો તેમની સાથે બેહુદુ વર્તન કરવા માં આવે છે અને જે તે વિભાગના મહિલા ચેરમેન કે સભ્ય ની જગ્યા એ પુરુષ સભ્ય જીત્યા નાં હોવા છતાં પાલિકા માં જઈ કર્મચારીઓ માં રોફ જમાવે છે અને ઓર્ડરો કરે છે હાલ માં ઉમરેઠ નગરપાલિકા ના સેનેટરી વિભાગ માં નગર માં સાફ-સફાઈ તથા સેનેટાઇઝેશન કરવા બાબત ની રજૂઆત કરવા માટે ગયેલા ઉમરેઠ પાલિકા નાં વિરોધ પક્ષ નાં નેતા લવભાઈ દોશી ઉપર પાલિકા ના બીજેપી નાં મહિલા કાઉન્સિલર હિમાક્ષી બારોટ કે જેઓ ઉમરેઠ નગરપાલિકા ના સેનેટરી વિભાગ નાં ચેરમેન છે તેમના પિતાશ્રી શૈલેષ બારોટ એ અપ શબ્દો બોલી લોખંડ ની ખુરશી વડે હુમલો કરવાના પ્રયત્ન ની ઘટના બની હતી. આથી લવ ભાઈ દોશી એ આ અંગે ઉમરેઠ ચીફ ઓફિસર તથા ઉચ્ચ તંત્ર ને લેખિત માં રજૂઆત કરતા ઉમરેઠ પાલિકા નાં ચીફ ઓફિસર દ્વારા આ ઘટનાને ધ્યાનમાં લઈ તા. ૧૯/૦૪/૨૦૨૧ નાં રોજ લેખિત માં ઓર્ડર કર્યો હતો કે નગરપાલિકા નાં તમામ કર્મચારી ઓ તથા શાખા અધ્યક્ષ ને જણાવવા માં આવે છે કે નગરપાલિકા માં જીતી ને આવેલ સભ્ય સિવાય કોઈપણ વ્યક્તિ ને કોઈ દસ્તાવેજ કે નગરપાલિકા ની કામગીરી ની વહીવટી ફાઈલ બતાવવી નહિ અને કામ વગર કોઈ પણ વ્યક્તિ એ કચેરી માં બેસવા દેવો નહિ જો આમ કરવા માં કર્મચારી અથવા અધ્યક્ષ ચૂક કરશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માં આવશે.
કુંજન પાટણવાડીયા
ઉમરેઠ