ગુજરાતટ્રેડિંગરાજકોટસૌરાષ્ટ્ર

ભારે કરી આ તો…… કોરોના સંકર્મિત દર્દીને બીજી જગ્યા પર ખસેડવામાં આવતા સમયે સ્ટ્રેચર જ તૂટી પડ્યું

  • હોસ્પિટલની બેદરકારીનો એક અનોખો કિસ્સો ફરી સામે આવ્યો
  • ઓક્સિજન ઉપર રહેલ એક કોરોના સંકર્મિત દર્દીને બીજા સ્થાને ખસેડતી વખતે આખું સ્ટ્રેચર જ તૂટી પડ્યું હતું

જ્યારથી કોરોનાએ ભારતમાં એન્ટ્રી કરી છે ત્યારથી હોસ્પિટલની અનેક બેદરકારીના અઢળક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં હાલ ફિલહાલ એક અનોખો બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં કોવિડ હૉસ્પિટલ ખાતે એક બેદરકારી સામે આવી રહી છે.

દર્દીને જ્યારે અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે તેને જે સ્ટ્રેચર પર લઈ જવાતો હતો તે સ્ટ્રેચર તૂટી ગયું હતું. જે દર્દીને ખસેડવામાં આવી રહ્યો હતો તે ઓક્સિજન પર હતો. સ્ટ્રેચર તૂટતા જ કોવિડ હૉસ્પિટલના સ્ટાફમાં દોડોદાડી થઈ ગઈ હતી. ઘટના બાદ હૉસ્પિટલના સ્ટાફે દર્દીને અન્ય સ્ટ્રેચર પર ખસેડ્યો હતો.

સ્ટ્રેચર તૂટી જવાની ઘટના બાદ આસપાસના લોકો પણ મદદે દોડી આવ્યા હતા. જો કે દર્દીનો ઓક્સિજન સપ્લાય ચાલુ જ રહ્યો હતો. જેથી કોઈ જાનહાનિ થઈ નહીં. આ ઉપરાંત દર્દીની હાલત પણ જેમની તેમ રહી હતી. દર્દીને તાબડતોબ બીજા સ્ટ્રેચર પર મૂકીને તેને ત્યાંથી ખસેડવામાં આવ્યો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close