
રોજના મહત્તમ ર હજાર ભક્તો કરી શકશે દર્શનઃ
નાથદ્વારા: રાજસ્થાનના નાથદ્વારામાં આવેલ વૈષ્ણવોની શ્રદ્ધાનું કેન્દ્ર શ્રીનાથજી મંદિર હાલ ઘણા સમયથી કોરોનાની મહામારીને કારણે દર્શનાર્થીઓ માટે બંધ છે. થોડા દિવસ પહેલા મંદિરના પૂજારીગણ તથા સેવકો સંક્રમિત થયા હતાં, પરંતુ હવે ૩૦ સપ્ટેમ્બર પછી મંદિરના દ્વાર ભક્તો માટે ઉઘડવાના છે.
૧ ઓક્ટોબરથી શ્રીનાથજી મંદિરમાં દર્શનાર્થીઓને તમામ નિયમોના પાલનની સાથે પ્રવેશ આપવામાં આવશે તેવી ઘોષણા થઈ છે. આ માટે અગાઉથી ઓનલાઈન અથવા ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક દિવસમાં મહત્તમ કુલ ર હજાર ભક્તોને જ દર્શનનો લાભ મળી શકશે.