
કોરોના મહામારીને કારણે અનેક ફિલ્મો અને ટીવી સિરીયલ્સના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જે હવે સરકારી દિશા-નિર્દેશો સાથે હટાવી દેવામાં આવ્યો છે ત્યારે બાદ અનેક નવી ગુજરાતી હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝ તેમજ સિરીયલ્સનું શૂટ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમ જેમ સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ છે તેમ તેમ નવી નવી ફિલ્મો અને વેબસિરીઝની જાહેરાત થતી પણ જોવા મળે છે.

તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ ‘પ્રેમ અનુબંધ’ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એકસાથે ઘણા લોકપ્રિય કલાકારો જોવા મળશે. ગુજરાતી ફિલ્મ ‘પ્રેમ અનુબંધ’નું તાજેરતમાં જ મુહૂર્ત શૂટ થયું છે. જેની તસવીરો સામે આવી છે.

PNR પ્રૉડક્શન ના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘પ્રેમ અનુબંધ’ ખુબ જ જાણીતા ડાયરેક્ટર ઉર્વીશ પરીખ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ ની Story, Screenplay, Dialogues હીર એ લખ્યા છે. આ ફિલ્મ માં પ્રકાશ ગઢવી, કૃતિકા દેસાઈ, કલ્પેશ રાજગોર, જયેન્દ્ર મહેતા, મોરલી પટેલ સહિત અનેક અનુભવી કલાકારો અભિનય કરતાં જોવા મળશે.

આ ફિલ્મના નિર્માતા પ્રકાશ ગઢવી છે તેમજ સહ-નિર્માતા નિમેશ દેસાઈ અને નવરંગ ચાવડા છે.ડીઓપી ભવદીપ દેસાઈ છે છે. ફિલ્મ નું એડીટીંગ ધર્મેશ ચાંચડીયા કરી રહ્યા છે.

Still Photography જીગ્નેશ રાવલ તેમજ પોસ્ટર ડીઝાઇન અજય ચાંચડીયા કરી રહ્યા છે. PR & Marketing ની કામગીરી ચિંતન મહેતા સંભાળી રહ્યા છે. ફિલ્મનું શૂટ શરૂ કરી દેવામાં આવ્યું છે.