સિક્યોરિટી ફીમાંથી છૂટ મળશે જિયોના પોસ્ટપેડ યુઝર્સને, બીજી કંપની છોડનારા ગ્રાહકોને જ આ લાભ

રિલાયન્સ જિયોએ પોસ્ટપેડ પ્લાન મા જમા કરાવવામાં આવતી સિક્યોરિટી ફીમાં છૂટની જાહેરાત કરી છે. આ છૂટ તે ગ્રાહકોને જ આપવામાં આવશે, જે બીજી ટેલિકોમ કંપનીઓને છોડીને જિયો પોસ્ટપેડ પ્લાન પસંદ કરે છે. જિયોના કહેવા અનુસાર, ગ્રાહકોને હાલના ઓપરેટરો તરફથી આપવામાં આવી રહેલી ક્રેડિટ લિમિટ જેટલી જ આપવામાં આવશે છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે, બીજી કંપનીઓના પોસ્ટપેડ ગ્રાહકોના અનયુઝ્ડ ડેટા જિયોના નેટવર્ક પર પણ મળશે. તેના માટે ગ્રાહકોએ જિયોના વ્હોટ્સએપ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. એ ઉપરાંત તમારા હાલના ઓપરેટરનું પોસ્ટપેડ બિલ અપલોડ કરવાનું રહેશે.

કહેવામાં આવી રહ્યું છે કે ગ્રાહકો વધારવા માટે રિલાયન્સ જિયોએ આ પગલું ભર્યું છે. વર્તમાન સમયમાં રિલાયન્સ જિયોએ દેશની સૌથી મોટી મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર કંપની છે. કંપની પાસે હાલમાં લગભગ 39 કરોડ મોબાઇલ સબસ્ક્રાઈબર્સ છે.