લાઈફસ્ટાઇલ

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબાની ફીટનેશનું રહસ્ય.

સમાજમાં સૌથી મોટી સમસ્યા હોય તો બેઠાળુ જીવન, પરિશ્રમ વગરની જીવન શૈલીના કારણે સમય જતા અનેક તકલીફ પડતી હોય છે. ત્યારે મહેનત એજ ફિટનેસનું રહસ્ય, તેમ કહેવું છે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબાનું,
ફિટનેસ સ્વાસ્થયમાં કેટલું જરૂરી છે એ સોશિયલ મીડિયામાં શેર કરી રીવાબાએ જણાવ્યું હતું.
ભારતીય ટીમના ક્રિકેટર દંપતી આમ તો કોઈને કોઈ બાબતે મીડિયામાં ચમકતા રહયા છે ક્યારેક રીવાબા તો ક્યારેક રવીન્દ્ર જાડેજા, આ વખતે ચર્ચાનું કેન્દ્ર છે રીવાબા જાડેજા, મીસીસ જાડેજાએ સ્વાસ્થ્યને લઈને કેટલી તકેદારી લ્યે છે તેનો પુરાવો આવ્યો છે અને દરેક નાગરિકોના જીવનમાં તકેદારી કેટલી જરૂરી છે તેનો દાખલો બેસાડ્યો છે. પોતાની ફિટનેસનું રહસ્ય એક વિડીઓ દ્વારા આપી સમાજને સંદેશ આપ્યો છે રીવાબે, પોતાના એફબી પેજ પર આ વિડીઓ અપલોડ કરવામાં આવ્યો છે.
પ્રથમ વહેલા ઉઠવું એટલે સ્વાસ્થ્ય માટેનો અડધો જંગ જીતી ગયા એમ સમજવું, ત્યારબાદ જોગીંગ-વોકિંગ અને રનીંગ સહિતની શારીરિક કસરત વર્તમાન સમયમાં ખુબ જ જરૂરી બની છે. બેઠાળુ જીવન શૈલી અને પરિશ્રમ વગરનું કાર્ય અને પોષ્ટિક ભોજનની જગ્યાએ તીખું-તળેલું અને ઓઈલી ભોજન લાંબા ગાળે શરીરમાં શીથીલતાને ઈંજન આપે છે અને અનેક રોગને પણ આમત્રણ આપે છે. જેમાં કાર્ડિયાક સહિતની બીમારીનો સમાવેશ છે, બસ આ બાબતને લઈને રીવાબાએ દરેક નાગરિકને સમજાવ્યું છે સાયકલિંગ કેટલું જરુરી છે. કોઈ વધારાના ખર્ચ વગર જ સાયકલીંગ  કાર્ડિયાક (હૃદય રોગ) સહિતની બીમારીને દુર ભગાડે છે. એવો સંદેશ આપ્યો છે, રીવાબાએ. તો રાહ કોની જુઓ છે, આપ પણ વસાવી લો એક સાયકલ, અને નીકળી પડો વહેલી સવારે કે સાંજે….પહેલું સુખ તે જાતે નર્યા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 5 =

Back to top button
Close