રૂપાણી સરકારે એક સાથે આટલી જગ્યાઓ પર બહાર પાડશે ભરતી.

રોજગારી આપવામાં અવ્વલ ગુજરાત
કોરોના મહામારી અને કુદરતી આફત જેવી વિષમ પરિસ્થિતઓમાં પણ ગુજરાતની વિકાસ યાત્રા અવિરત પણ ચાલતી રહે તે માટે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા વધુ એક રોજગારલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના ગૃહ વિભાગે પોલીસમાં કુલ 7,610 નવી જગ્યાને મંજૂરી આપી છે. અને ટૂંક સમયમાં ભરતી પણ થવા લાગશે.
કોરોના કાળમાં રાજ્યની રૂપાણી સરકારની કામગીરી દેશના અન્ય રાજ્યોની સરખામણીએ તો ઘણી સારી રહી છે. માત્ર આટલું જ નહી પરંતુ રાજ્યની રૂપાણી સરકારે કોરોનાની મહામારીમાં લોકોને આર્થિક સહાય આપવાની સાથે સાથે રાજ્યમાં વધુ રોજગારીની તકો મળે તે માટે પણ નિર્ણયો લીધા છે. રૂપાણી સરકારના આવા વિકાસલક્ષી નિર્ણયોના કારણે છેલ્લા 2 મહિનામાં ગુજરાતનો બેરોજગારી દર સમગ્ર દેશમાં સૌથી ઓછો રહ્યો છે.
CMIE પ્રમાણે જુલાઈ 2020 માં ગુજરાતનો બેરોગારી દર 1.8 % રહ્યો, જ્યારે ઓગષ્ટ 2020 1.9 % રહ્યો છે.