રૂપાણી સરકારે આપી એવી મંજૂરી કે હવે વિશ્વમા જળકશે ગુજરાત નું નામ.

જાણો સરકારના મહત્વપૂર્ણ નિર્ણય વિશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસગાથમાં સતતને સતત વધારો થઈ રહ્યો છે. તેમાં રૂપાણી સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનાથી ફરી એકવાર વિશ્વમા ગુજરાત નું નામ ચમકી ઉઠશે. CM રૂપાણીએ CNG ટર્મિનલ સ્થાપવા માટેની મંજૂરી આપી છે.
આ સાથે જ આખા વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. હવે ભાવનગરમાં વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ બનાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે.રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ભાવનગર ખાતે CNG ટર્મિનલ સ્થાપવા માટે આજે વિધિવત રીતે મંજૂરી આપી દીધી છે. ત્યારે ભાવનગરમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પ્લાન્ટ પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતો CNG ટર્મિનલ હશે.રબાદ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ તરીકે ભાવનગરમાં આ પ્રોજેક્ટ આકાર પામશે. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ વિકસાવવામાં આવશે. ટર્મિનલ કાર્યરત થયા બાદ વાર્ષિક કાર્ગો કેપેસિટી પણ વધશે. વાર્ષિક કાર્ગો કેપેસિટી 9 મિલીયન મેટ્રિક ટન થશે.
આ પ્રોજેક્ટ બનતા જ ગુજરાતમાં 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે. આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ 1900 કરોડનું મૂડીરોકાણ CNG ટર્મિનલ પ્રોજેકટમાં થશે. રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેકટ તરીકે ભાવનગરમાં આ CNG ટર્મિનલ આકાર પામશે.