રાષ્ટ્રીય

જાણો ;ડુંગળી અને બટાટાની વધતી કિંમતો લોકોને રડાવી રહી છે.

દેશભરમાં શાકબાજીનાં ભાવ આસમાને પહોચ્યા છે.અને સામાન્ય દેશવાસીઓ વધતી મોંઘવારીથી ત્રસ્ત બન્યા છે, ટમેટાનાં ભાવ થોડા દિવસથી ઘટ્યા છે.ડુગળી અને બટાટા વચ્ચેની આ ભાવની હરિફાઇ હમણા થોભવાની નથી.સરકારે ડુંગળીનો ભાવ ન વધે તે માટે તાત્કાલિક પગલા લેતા ડુંગળીની નિકાશ ન વધે તે માટે તમામ પ્રકારની નિકાશ પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો છે.જ્યાં સુધી ટમેટાની કિંમતોમાં ઉછાળાની વાત કરીએ તો દેશનાં દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદથી ટમેટાનો પુરવઠો પ્રભાવિત થઇ રહ્યો છે. 

એનસીઆરની છુટક માર્કેટમાં ડુંગળી 60 રૂપિયા કિલો સુધી પહોંચી છે, જ્યારે ટમેટા 60 રૂપિયા પ્રતિ કિલો આવી ગયા છે.કોબિજ 80 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે.આંકડાઓ મુજબ બિહારનાં ગયા જિલ્લામાં ડુંગળી જ્યાં 19 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે, ત્યાં મુંબઇ-દિલ્હીમાં 50-55 રૂપિયે વેચવામાં આવી રહી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close