ગુજરાત

આજે બહાર પડી રહ્યું છે ગુજકેટની પરીક્ષાનું પરિણામ,જોઈ શકો છો આવી રીતે

24 ઓગસ્ટના યોજાયેલ ગુજકેટની પરીક્ષાનું પરિણામ 5 સપ્ટેમ્બર 2020ના રોજ એટલે કે આજે બહાર પડી રહ્યું છે. સવારે ૮ વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર ઓનલાઈન મૂકવામાં આવશે.

ગુજકેટની પરીક્ષાની તારીખ કુલ ચાર વખત બદલાવવામાં આવી હતી. પહેલાં આ પરીક્ષા 31 માર્ચે યોજાવાની હતી. પરંતુ મહામારી કોરોનાને પગલે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષા 30 જુલાઈએ લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે કોરોના બેકાબૂ બનતા અંતે 22 ઓગસ્ટ નવી તારીખ જાહેર કરી હતી. પણ અંતે તેની તારીખ 24 ઓગસ્ટ રાખવામાં આવી હતી.

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે વારંવાર તારીખો બદલ્યા બાદ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2020 ગત ઓગસ્ટ મહિનામાં લેવામાં આવી હતી.જેનું પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે.

12 સાયન્સ બાદ ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લોમા સહિતના કોર્સમાં એડમિશન લેવા માટે રાજ્યભરના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપે છે.

ગુજકેટની માર્કશીટનું વિતરણ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, ઓગષ્ટ ૨૦૨૦ પૂરક પરીક્ષાના પરિણામના પ્રમાણપત્ર સાથે કરવામાં આવશે. જેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ગુજકેટના તેમના વિષયની ઓએમઆરની ઝેરોક્ષ નકલ મેળવવી હોય તો તેના માટેની વિગતો બોર્ડ દ્વારા ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

ગુજકેટ ઓગસ્ટ 2020ની પરીક્ષાનું પરિણામ www.gseb.org પર ઓનલાઈન મૂકવામાં આવશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 + 6 =

Back to top button
Close