બનાસકાંઠા જિલ્લામાં ગાયો છોડવા નો સિલસિલો યથાવત..

બનાસકાંઠા જિલ્લામાં ગાયો છોડવાનો સિલસિલો યથાવત…
દિયોદર તાલુકા ભેંસાણા, વાતમ, ચીભડા ,ચાળવા,વખામાં ગાયો છોડી મુકાઈ,, સરકારી સહાય મુદ્દે ગૌશાળા સંચાલકો માં રોષ…
કોરોનાની મહામારી માં દાન ની આવક અને સરકારી સહાય બંધ થવાથી બનાસકાંઠા જિલ્લા ની ગૌ શાળાના સંચાલકોએ ગાયો છોડવા મજબૂર બન્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ભેંસાણા ,વાતમ, ચિભડા ,વખા ચાળવા ખાતે આવેલી ગૌ શાળા ઓની ગાયો ને છોડી મૂકવામાં આવી છે .વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં આવેલી ગૌશાળા અને પાંજરાપોળ ની ગાયો છોડવાનો સિલસિલો યથાવત રહ્યો છે.અગાઉ થોડા દિવસ પહેલા લાખણી તાલુકાના લીંબાઉં ગામ ગૌ શાળા માંથી ૩૦૦થી વધુ ગાયને છોડી મૂકવામાં આવી હતી.લિબાઉં ખાતે આવેલી શ્રી કામધેનુ ગૌશાળાની ગાયો ને પણ ગ્રામ પંચાયતમાં છોડી મૂકવામાં આવી છે. સરકાર દ્વારા પાંજરાપોળ અને ગૌશાળા ના સંચાલકોની માંગ ન સ્વીકારતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે ગૌશાળા નો ગાયો નિભાવ શક્ય ના હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં આપને જણાવી દઈએ તો સરકાર સંચાલકો માગણીને નહીં સ્વીકારે તો આંદોલન વધુ વેગવાન બનશે તેવું પણ જાણવા મળ્યું છે. વાત કરીએ તો હાલ સરકાર અને સંચાલકોના તાણખેંચ વચ્ચે બનાસકાંઠા જિલ્લાની ગૌમાતા ઓ રામ ભરોસે બનીશે.વધુ માં વાત કરીએ તો બનાસકાંઠા જીલ્લાની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.